ઓરડા બહાર દૂધ પીતુ બાળક મુકીને માતા-પિતાએ રુમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, કારણ જાણી હચમચી જશો

ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક દિલ હચમચી જાય એવી ઘટના સામે આવી છે. કાનપુરના બિધનું વિસ્તારમાં રહેતા એક યુવાનની લોકડાઉનમાં નોકરી જતી રહી. પરિણામે ભૂખા રહેવાની સ્થિતિ સામે આવી. આર્થિક કટોકટીને કારણે પારિવારક તકરાર ત્યાં સુધી વધી ગઈ કે, યુવકે શનિવારે એક રૂમમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. થોડા સમય બાદ યુવકની પત્ની પણ ફાંસી પર લટકી ગઈ. જ્યારે તેનું બાળક આ રૂમની બહાર રડી રહ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ન્યુ આઝાદ નગરમાં ભાડાના મકાનમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા રાજેન્દ્રએ પોલીસને કહ્યું કે, પ્રિન્સ (ઉ.વ.35) લખનઉની એક દવા બનાવતી કંપનીમાં કામ કરતો હતો. દેવરિયા નિવાસી ચંદ્રીકા (ઉ.વ.30) સાથે ફેસબુક પરથી સંપર્ક થયો હતો. બે વર્ષ પહેલા પ્રિન્સ અને ચંદ્રીકાએ કોર્ટ મેરેજ કર્યા હતા. આ પછી ચંદ્રીકા સાથે એના પરિવારને સંબંધ તોડી નાંખ્યો. તા. 25 જુલાઈ 2018ના રોજ બંનેના ધામધૂમથી લગ્ન થયા હતા. ગત વર્ષે એને ત્યાં એક પુત્રનો જન્મ થયો. પણ લોકડાઉન દરમિયાન નોકરી છૂટી ગઈ હતી. આર્થિક તંગીને કારણે બંને વચ્ચે તકરાર થવા લાગી હતી. ગત શુક્રવારે રાત્રે પણ બંને વચ્ચે મોટો ઝઘડો થયો હતો.

શનિવારે સવારે તેઓ ડ્યૂટી પર ચાલ્યા ગયા અને એની પત્ની રાજશ્વરી દીકરી શાલુ સાથે દેવકીનગર પોતાની બહેન કમલાના ઘરે ચાલ્યા ગયા હતા. મકાન માલિકનો પરિવાર પણ પોતાના સંબંધીને ત્યાં ગયો હતો. બપોરના સમયે ફરી એકવખત બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ પ્રિન્સે પોતાની જાતને બંધ પંખા સાથે લટકાવી દીધી હતી. સાડીની મદદથી ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું. પતિના આ પગલા બાદ પત્ની ચંદ્રીકાએ એના ભાઈ સત્યેન્દ્રને ફોન પર સમગ્ર ઘટનાની જાણ કરી. ત્યાર બાદ ચંદ્રીકાએ પણ દીકરાને બીજા રૂમમાં છોડી દુપટ્ટાની મદદથી ફાંસીએ લટકી જીવ ટૂંકાવ્યો હતો. સ્ટેશન ઈન્ચાર્જ પુષ્પરાજસિંહે કહ્યું કે, આર્થિક તંગીને કારણે પારિવારિક તકરાર થઈ હોવાની વાત આ કેસમાંથી જાણવા મળી છે. દીકરીના પરિવારને પણ જાણ કરી દેવામાં આવી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો