સુરતમાં પતિના અન્ય યુવતી સાથેના આડા સંબંધની જાણ થતાં પત્ની બની રણચંડી! જાહેરમાં ધોલાઈ કરી, જુઓ વીડિયો
પતિ-પત્ની વચ્ચેના સંબંધને સાત જન્મનો સંબંધ માનવામાં આવે છે. પરંતુ આ સંબંધ એકદમ નાજૂક પણ કહેવાય છે. આ સંબંધમાં જો કોઈ ત્રીજુ વ્યક્તિ આવી જાય તો આ સંબંધ કાચની જેમ તૂટે છે, તે પછી ક્યારેય મનથી નિભાવી નથી શકાતો. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સ્મીમેર હોસ્પિટલ બહાર પતિ અને પત્ની વચ્ચે જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં પત્ની પતિ પર અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખવાના આક્ષેપ કરી પતિને જોહેરમાં રૂમાલ અને તમાચા મારી મારમારી રહી છે.
વીડિયોમાં પત્ની કહી રહી છે કે, ‘બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે છે અને મને રોજ મારે છે’. પતિ કહી રહ્યો છે કે, ‘જાહેરમાં તમાસો થઈ રહ્યો છે, આ નહી સુધરે સાયકો છે’. પતિ પત્નીને વારંવાર સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પત્ની પતિના પરસ્ત્રી સાથેના સંબંધનો આક્ષેપ કરી રણચંડી બની જાહેરમાં જ મારામારી કરે છે.
હોસ્પિટલની બહાર જ પતિ-પત્ની વચ્ચેની બબાલ ચાલી રહી હોવાથી લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. આ સમયે પોલીસ પણ પહોંચી ગઈ હતી, પરંતુ પત્નીએ પોલીસને પણ કહી દીધુ કે, ‘આ અમારા ઘરનો મામલો છે કોઈએ વચ્ચે નથી પડવાનું’. પોલીસ સમજાવવાનો પ્રયાસ કરે છે પરંતુ પત્ની એક માનવા તૈયાર નથી. તે કહે છે ‘પકડી જાઓ અને પછી છોડી દો’.
સુરતઃ પતિના અન્ય યુવતી સાથે સંબંધને લઈને પત્ની બની રણચંડી, જાહેરમાં પતિની કરી ધોલાઈ pic.twitter.com/YWjBba0fEV
— News18Gujarati (@News18Guj) March 17, 2020
તમને જણાવી દઈએ કે, સુરતના સહરા દરવાજા વિસ્તારમાં આવેલી મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આજે પતિ પત્નીની જાહેરમાં મારામારીની ઘટનાએ હોસ્પિટલમાં પણ ચર્ચાનો વિષય બની છે. પત્ની આજ હોસ્પિટલમાં આયા તરીકે ફરજ બજાવે છે, ત્યારે પતિ ઍમ્બ્યુલન્ ના ડાઇવર તરીકે કામ કરે છે. પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી કોઈને કોઈ બાબતે ઝગડા ચાલતા હતા. પત્નીને ખબર પડી કે તેના પતિને અન્ય કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ છે, જેને લઇને આજે પત્ની ગુસ્સે ભરાઈ હતી અને પહોંચી ગઈ પતિ પાસે.
પહેલા તો પત્નીએ અન્ય યુવતી વિશે પુછવાનું ચાલુ કર્યું, બાદમાં પત્ની ઉશ્કેરાઈ ગઈ હતી, અને પતિને જાહેરમાં મારવા લાગી હતી. બંને પતિ-પત્ની હોસ્પિટલમાં કામ કરતા હોવાથી મારામારી હોસ્પિટલ ખાતે ચર્ચાનું કેન્દ્ર બની હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

