મારા અવસાન પછી તું શું કરીશ : પતિ, પત્નીએ કહ્યું, હું પણ તમારી સાથે આવીશ, બંનેનાં એક જ દિવસે મૃત્યુ

ગાંધીનગરના સેક્ટર-24માં બનેલી એક ઘટનામાં પતિના અવસાન પછી આઘાતમાં સરી પડેલાં પત્નીનું પણ મોત નિપજ્યું હતું. બીમાર પતિએ એક દિવસ તેની પત્નીને કહ્યું હતું કે, ‘મારા પછી તું શું કરીશ’ જેના જવાબમાં પત્નીએ કહ્યું હતું કે, ‘હું પણ તમારી સાથે ઉપર આવીશ’ યોગાનુયોગ પતિનું બુધવારે અવસાન થયું અને ત્યારબાદ આઘાતમાં સરી પડેલી પત્નીએ પણ અનંતની વાટ પકડતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

અભેસિંહ વાઘેલાનું સ્વાસ્થ્ય છેલ્લા ઘણાં સમયથી સારું રહેતું ન હતું

સેક્ટર-24માં રહેતા પતિ-પત્નીએ એક પછી એક અનંતની વાટ પકડતી ઘટના બની છે, જેમાં સેક્ટર-24માં રહેતા અભેસિંહ ભુરૂભા વાઘેલા પત્ની ઇન્દ્રાબા અને પરિવાર સાથે રહેતા હતા. અભેસિંહ વાઘેલાનું સ્વાસ્થ્ય છેલ્લા ઘણાં સમયથી સારું રહેતું ન હતું. ધર્મપત્ની ઇન્દ્રાબા તેમની ચાકરી કરતા તેમજ નિયમિત દવા આપતા હતા.

બે દિવસ પહેલા પત્ની ઇન્દ્રાબા પતિ અભેસિંહ સાથે બેઠાં હતાં

પતિનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી ધર્મપત્ની ઇન્દ્રાબા ચિંતાતુર રહેતાં હતાં. અભેસિંહને કમળાની બીમારી હોવાથી તેમની સારવાર ચાલતી હતી. બે દિવસ પહેલા પત્ની ઇન્દ્રાબા પતિ અભેસિંહ સાથે બેઠાં હતાં. ત્યારે અભેસિંહે પત્નીને પૂછ્યું કે, હું નહીં હોઉ તો તું શું કરીશ. આ સાંભળીને ઇન્દ્રાબા બોલ્યા કે તમે નહીં હોવ તો હું પણ તમારી પાછળ આવીશ. પતિ-પત્નીનો આ સંવાદ પૂર્ણ થયા બાદ અભેસિંહનું અવસાન થયું હતું. પતિના અવસાનથી ઇન્દ્રાબાને આઘાતમાં સરી પડ્યા અને પરિવાર શોકાતૂર બની ગયો હતો. સમાજના રીત રીવાજ મુજબ અભેસિંહની અંતિમ વિધી કરીને સગા-સબંધીઓ ઘરે આવ્યા ત્યારે ઇન્દ્રાબાએ પણ અનંતની વાટ પકડી લીધી હતી.

અતૂટ પ્રેમે મૃત્યુના અંતિમ સમયે પણ સાથ નિભાવ્યો

પતિ-પત્ની વચ્ચેના અતૂટ પ્રેમે મૃત્યુના અંતિમ સમયે પણ સાથ નિભાવ્યો હતો. પતિ પત્નીના એક જ દિવસે અવસાન થતાં તેમની દીકરી પણ આઘાતમાં સરી પડતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પતિ-પત્નીના એક દિવસે સ્વર્ગવાસ થતાં પરિવારજનો તેમજ સગા-સબંધીઓમાં શોકમાં ગરકાવ બની ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો