સુરતમાં બાળ તસ્કરીના વિશાળ નેટવર્કનો થયો પર્દાફાશ, સુરત, રાજસ્થાન અને દિલ્હી પોલીસનું સફળ ઓપરેશન

રાજસ્થાન પોલીસ, સુરત પોલીસ અને રાજસ્થાન સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ દ્વારા શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં સવારે 4 વાગ્યે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બાળ તસ્કરી કરી સુરતમાં બાળકો લાવવાના રેકેટનો પર્દાફાશ થયો હતો. હાલ તો બાળમજૂરી માટે લાવવામાં આવેલા 134 જેટલા બાળકોને છોડવવામાં આવ્યા છે. જોકે, આ બાળકોની સીતારામ સોસાયટીમાં નર્કાગાર સ્થિતિ જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. સીતારામ સોસાયટીમાં નાના નાના રૂમમાં 25-25 બાળકોને ભરવામાં આવ્યા હતા.રૂમના કબાટમાં પણ બાળકો સૂતેલા મળ્યા હતા.

એક નાના રૂમમાં 25 બાળકોને રખાયા હતા

રાજસ્થાન સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સના ડો. શૈલેન્દ્ર પંડ્યાએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસની રેકી બાદ સીતારામ સોસાયટી અને આસપાસની સોસાયટીમાં બાળકો હોવાની જાણ થઈ હતી. જેથી આજે સવારે 4 વાગ્યે રેડ કરી હતી. જેમાં નાના નાના રૂમમાં 25-25 જેટલા બાળકોને રાખવામાં આવ્યા હતા. રહેવા ખાવાની સ્થિતી પણ ગંભીર છે. જ્યારે રૂમના કબાટમાં પણ બાળકો સૂતેલા મળ્યા હતા. રેકી દરમિયાન બાળકો દુકાનોમાં કામ કરતા નજરે પડ્યા હતા. કેટલાક તો ઘરમાં સૂતેલા મળ્યા જે બિમાર હોવાથી કામ પર જતા નહોતા અને ઘરે પણ જઈ શકતા ન હતા.

બાળકો લાંબા સમયથી અહીં બાળમજૂરી કરી રહ્યા છે

ડો. શૈલેન્દ્ર પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, સીતારામ-1,2,3 અને આસપાસની સોસાયટીઓમાં રેડ કરવામાં આવી હતી. આ પહેલું આપરેશન છે. રાજસ્થાન અને બોર્ડરના ગામડાઓની તસ્કરી કરી સુરતમાં લાવવામાં આવ્યા છે. હાલ બાળકોનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. જેમાં આ બાળકો લાંબા સમયથી અહીં બાળમજૂરી કરી રહ્યા છે. એક બાળકને હું મળ્યો જેને બોલતા પણ આવડતું ન હતું જે ઉદયપુર જિલ્લાનો છે. મોટી સંખ્યામાં બાળકોને છોડાવવામાં આવ્યા છે. સુરતમાં અન્ય વિસ્તારમાં પણ હોવાની શક્યતાઓ છે.

સસ્તામાં લેબર માટે મોકલી આપવામાં આવે છે

ડો. શૈલેન્દ્ર પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, છોડાવવામાં આવેલા બાળકો પૈકી ઘણા એવા પણ છે જેમના માતા-પિતા પણ નથી. આવા બાળકો કમાવવાની લાલચમાં દલલોના ચક્કરમાં પડી જતા હોય છે. સસ્તામાં લેબર માટે મોકલી આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો