UKમાં રહેતા ત્રણ ગુજરાતીઓએ સ્વદેશી ઉપચાર થકી કોરોના વાઇરસને હંફાવ્યો, ગરમ પાણીનો નાશ, હળદર-લીંબુનું શરબત સહિતના ઉપચાર નિવડ્યા કારગત

ઉત્તર યુનાઇટેડ કિંગડમના માન્ચેસ્ટર પાસે આવેલા વેરહાઉસમાં ફરજ બજાવતા ત્રણ ગુજરાતીઓએ દેશી ઉપચાર દ્વારા કોરોનાને માત આપી 14 દિવસ બાદ ફરી પૂર્વવત જીવન શરૂ કર્યું હતું. યુકેની હોસ્પિટલમાં દાખલ કરવાની ના પાડતાં ગુજરાતીઓએ સ્વદેશી ઉપચાર ચાલુ કર્યો હતો, જે સફળ રહ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગુજરાતી ખમીર હિંમત હાર્યું નહતું

શહેરના આનંદ શાહ સેફ્ટી ઇક્વિપમેન્ટની લંડનન બેઝ ક્રિમ્પટમ કંપની ધરાવે છે. જેનું વેરહાઉસ માન્ચેસ્ટર ખાતે આવેલું છે. જેમાં 26 લોકો કામ કરે છે, જે ગુજરાતીઓ છે. આ વેરહાઉસમાં ફરજ બજાવતા કારેલીબાગના પ્રકાશ પટેલ તેમજ બારડોલીનાં નિમિષા પટેલ અને પ્રશાંત પટેલ કોરોનાની ઝપટમાં આવ્યા હતા. રિપોર્ટ પોઝિટિવ આવતાં હોસ્પિટલનો સંપર્ક કરાયો હતો, પરંતુ લંડનની હોસ્પિટલમાં પેશન્ટની સંખ્યા વધુ હોવાથી માત્ર સિરિયસ પેશન્ટ અને જેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા દર્દીને દાખલ કરાય છે. જેથી તેમને દાખલ કરવાની ના પાડી હતી. જોકે ગુજરાતી ખમીર હિંમત હાર્યું નહતું. ત્રણે જણે ઘરે દેશી ઉપચાર શરૂ કર્યો હતો. આનંદ શાહે જણાવ્યું હતું કે, ગરમ પાણીનો નાશ, હળદર-લીંબુનું શરબત અને જરૂર પડે પેરાસિટામોલ લઇ યુવાનો 14 દિવસ ઘરે રહ્યા હતા. ત્યારબાદ ફરી ટેસ્ટ કરાવતાં નેગેટિવ આવ્યો હતો. હાલ ત્રણે નોકરી પર ફરી કાર્યરત થયા છે. લોકોએ ગભરાવાની જરૂર નથી. સાવચેત રહી યોગ્ય ઉપચાર કરવો જોઇએ.

શહેરના યુવાને ચાઇનાથી 1 કરોડ નંગ મેડિકલ ઇક્વિપમેન્ટ અમેરિકા, યુકેને વેચ્યાં

શહેરના યુવાને લોકડાઉનમાં વ્યવસાય બદલી ચાઇનાથી સીધો માલ અમેરિકા, યુકે, કેનેડા, આફ્રિકા જેવા દેશોમાં વેચવાનું શરૂ કર્યું છે. ગોત્રી ઇસ્કોન હાઇટ્સમાં ઓફિસ ધરાવતા આનંદ શાહ અને અલકાપુરીમાં રહેતા પાર્ટનર દર્શન પટેલ ઓટોમોબાઇલ અને ઇલેક્ટ્રિકમાં કન્ઝ્યુમેબલ્સ ઇક્વિપમેન્ટ વિદેશમાં આપતા હતા. જે લોકડાઉનમાં બંધ થયું હતું. જેથી તેમણે ચીનથી વિવિધ દેશમાં મેડિકલ કિટ મોકલવાનુ શરૂ કર્યું હતું. પીપીઇ કિટ, ગ્લવ્ઝ, એન-95 માસ્ક મળી 1 કરોડ પ્રોડક્ટ વેચી હતી. આનંદ શાહે જણાવ્યું કે,સમય જોતા વ્યવસાય બદલવાનો નિર્ણય લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો