ઈ-મેમોથી બચવા ચાલાકી નહીં ચાલે, વાહનમાં HSRP વાળેલી, તોડેલી કે ઢાંકેલી હશે તો વાહન ડિટેન કરવા સુધીની કાર્યવાહી થશે

હેલ્મેટ ન પહેર્યું હોય, રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય, સિગ્નલ તોડ્યું હોય તેવા દરેક ટ્રાફિક નિયમોના ભંગ બદલ આઈ-વે પ્રોજેક્ટના કેમેરા વાહનચાલકને દંડનો મેમો ફટકારી દે છે, પરંતુ કેટલાક વાહનચાલકોએ આ કેમેરાને પણ ઊંધા ચશ્માં પહેરાવવા ચાલાકી કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાકે પોતાના વાહનની HSRP વાળી દીધી છે, તો કેટલાકે અડધી તોડી નાખી છે, કેટલાકે કલર કરી દીધો છે તો કેટલાકે કપડાંથી ઢાંકી દીધી છે જેથી કેમેરામાં વાહનના નંબર ન દેખાય અને દંડનો મેમો ન આવે. આવી ચાલાકી હવે નહીં ચાલે કારણ કે, હવે જે વાહનચાલકે પોતાના વાહનની નંબર પ્લેટ વાળેલી, ઢાંકેલી, અડધી તોડેલી કે કલર કરેલી હશે તેની સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વાહન ડિટેન કરવા સુધીની કાર્યવાહી કરશે. વાહનચાલક ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો હવે કેમેરામાં ઝડપાઈ જાય છે અને દંડનો મેમો પણ સીધો ઘરે આવી જાય છે, પરંતુ આવા દંડથી બચવા લોકોએ અવનવા કીમિયા શોધ્યા છે. આવા વાહનચાલકો સામે હવે આરટીઓ અને પોલીસ કડક કાર્યવાહી કરશે.

એક જ ધક્કે HSRP ફિટ કરી શકાશે

અગાઉ વાહનચાલકને HSRP ફિટમેન્ટ કરાવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ એક વખત ફી ભરવા અને બીજી વખત HSRP ફિટ કરાવવા એમ બે ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે પેમેન્ટની સિસ્ટમ ઓનલાઈન કરી દેવાતા હવે દરેક વાહનચાલક http://www.hsrpgujarat.com/ વેબસાઈટ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પેમેન્ટ કર્યા બાદ સીધા જ RTO કચેરીમાં એક ધક્કે જ HSRP ફિટમેન્ટ કરાવી શકે છે.

નંબર પ્લેટમાં ચેડાં નહીં ચલાવી લેવાય
મેમોથી બચવા માટે વાહનચાલકો જુદા જુદા કીમિયા કરી રહ્યા છે તે ખરેખર નિયમની વિરુદ્ધ છે. HSRPમાં કોઈપણ પ્રકારના ચેડાં નહીં ચલાવી લેવાય. નંબર પ્લેટ સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી અવસ્થામાં હોવી જોઈએ. દરેક વાહનચાલક નિયમનું પાલન કરે. નંબર પ્લેટમાં ચેડાં કરનાર વાહનચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. – પ્રતિક લાઠિયા, ઇન્ચાર્જ આરટીઓ, રાજકોટ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો