હળદર વાળા દૂધમાં આ વસ્તુ મીક્સ કરવાથી સડસડાટ વજન થઇ શકે છે ઓછું, જાણો કેવી રીતે?

હળદર વાળું દૂધ પીવાના અનેક ફાયદાઓ અંગે ઘણી વખત ચર્ચા થતી રહે છે. માનવામાં આવે છે કે તેનાથી શરદી-ઉધરસ ઇજા વગેરે સારુ થઇ જાય છે. સાથે જ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેના અનેક ગુણોની સાથે હળદર વાળું દૂધ વજન ઓછું કરવામાં પણ મદદરૂપ છે. હળદરને અલ્ટેરનેટિવ મેડિસિન તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને તે ખૂબ ગુણકારી માનવામાં આવલે છે. શિયાળામાં તે એક વરદાન સમાન છે.

– જો તમે હળદર વાળું દૂધ પીઓ છો તો ખૂબ સહેલાઇથી તમે વજન ઓછું કરી શકો છો. જો તમને જમ્યા બાદ કે સૂતા પહેલા ભૂખ લાગે છે તો તમે હળદર વાળા દૂધનું સેવન કરી શકો છો.

– હળદરમાં થર્મોજેનિક પ્રોપર્ટીજ હોય છે જે તમારા મેટાબોલિજ્મ તેજ કરે છે તેનાથી તમારી કેલરી જલદી બર્ન થઇ જાય છે.

– જો તમે ઇચ્છો છો કે વજન ઓછું કર્યા બાદ ઝડપથી ન વધે તો પ્રોટીન બેસ્ટ સોર્સ છે દૂધમાં પ્રોટીન અને કેલ્શ્યિમ વધારે હોય છે અને સાથે હળદર પ્રોપર્ટીજની સાથે તે સૂતા પહેલા લેવા માટે બેસ્ટ ઓપ્શન છે.

– હળદરમાં ડાયટરી ફાઇબર્સ હોય છે જે વજન વધવા દેતા નથી અને ફેટ ઓછું કરે છે તેનો મતલબ છે કે જ્યારે હળદર દૂધની સાથે લો છો તો વજન ઘટવાની પ્રક્રિયા તેજ થઇ જાય છે.

– ખાસકરીને લોકો પીસેલી હળદરને દૂધમાં મિક્સ કરીને પીવે છે જોકે, હળદર પાવડરની જગ્યાએ મૂળવાળી હળદર વધારે અસરકારક હોય છે. તમે સૂકી હળદરને પીસી લો. તેની સાથે કાળીમરી પીસી લો. હવે અડધા કપ દૂધમાં અડધો કપ પાણી મિક્સ કરીને પીસેલી હળદર અને કાળામરી મિક્સ કરી લો. તેને ઉકાળી લો અને જ્યારે દૂધ અડધું લઇ જાય તેને ઉતારીને ગાળી લો અને તેમા મધ મિક્સ કરી લો. જો તમારું ગળું ખરાબ છે તો અડધી ચમચી ઘી પણ ઉમેરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો