આ વસ્તુઓથી બનેલ આયુર્વેદિક લેપ તમારા ફેંફસાને બનાવશે મજબૂત, ફેફસાની અંદર જામેલા કફને પણ કરશે દૂર

કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તો આવા કપરા સમયમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કોરોનામાં લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે, પ્રદૂષણના કારણે પણ લોકોના ફેંફસા પર અસર થઈ રહી છે. આ સમયે તમારી ડાયટમાં એવા આહારને સ્થાન આપવું જોઈએ, જેનાથી તમારી ઈમ્યુન સિસ્ટમ અને ફેંફસા વધુ મજબૂત થાય. તમારા ખાન-પાનની સાથે તમે આયુર્વેદિક ઉપાયથી પણ ફેંફસાને સ્વસ્થ રાખી શકો છો.

સારા સ્વાસ્થ્ય માટે ફેંફસા યોગ્ય રીતે કામ કરે તે ખૂબ જ જરૂરી છે, જે શરીરમાં બ્લડની મદદથી ઓક્સિજન સપ્લાય કરવાનું કામ કરે છે. જો તમારા ફેંફસા યોગ્ય રીતે કામ નથી કરતા તો તમારે અનેક પ્રકારની શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમારા ફેંફસા મજબૂત ન હોય તો કોરોનાનું સંક્રમણ થવાની શક્યતા વધુ રહે છે. ફેંફસાને મજબૂત કરવા માટે તમે આયુર્વેદિક ઉપાય પણ કરી શકો છો. ઈન્ડિયા ટીવીના રિપોર્ટ અનુસાર બાબા રામદેવે જણાવેલ આયુર્વેદિક લેપનો ઉપયોગ કરીને ફેંફસા મજબૂત અને સ્વસ્થ કરી શકાય છે.

આયુર્વેદિક લેપ બનાવવાની સામગ્રી

  • અડધી ચમચી હળદર
  • 6 લસણની કળી
  • અડધી ડુંગળી
  • દિવ્યધારા
  • થોડુ આદુ

આયુર્વેદિક લેપ બનાવવાની વિધિ

આયુર્વેદિક લેપ બનાવવા માટે હળદર, લસણ, આદુ અને ડુંગળીની પેસ્ટ બનાવો. પેસ્ટ બનાવ્યા બાદ તેમાં દિવ્યધારાના કેટલાક ટીપા ઉમેરીને તેને મિક્સ કરી લો. હવે આ લેપને છાતી પર લગાવી લો. આ લેપ લગાવીને એક સુતરાઉ કાપડ તેના પર લપેટી લો. આ લેપ લગાવવાથી તમારા ફેંફસાને આરામ મળશે અને ફેંફસા સંબંધિત બીમારી દૂર થાય છે. આ લેપથી અનેક પ્રકારના ફાયદા પણ થાય છે અને ન્યુમોનિયાથી રાહત મળે છે. આ લેપ ફેંફસામાં જામેલ કફને દૂર કરે છે અને ફેંફસાને મજબૂત બનાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો