ગુજરાતીઓની ફેવરિટ એવી છાશમાં વઘારેલી રોટલી ઘરે જ બનાવો, બધા આંગળા ચાટતા રહી જશે

કેટલીક વખત રોજ-રોજ શું બનાવવું આપણે વિચારીએ છીએ, આજે અમે તમારા માટે વઘારેલી રોટલીની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં ટેસ્ટી અને જલદી બની જાય છે. જેને તમે વધેલી રોટલીમાંથી પણ બનાવી શકો છો.

સામગ્રી

  • ૪-૫ નંગ – વધેલી રોટલી
  • ૧/૨ ચમચી – રાઇ
  • ૧/૨ કપ – ટામેટા ( સમારેલા )
  • ૧/૨ કપ ડુંગળી ( સમારેલી )
  • ૪-૫ કળી – લસણ
  • ૧-૨ નંગ – લીલા મરચાં ( સમારેલા )
  • ૧ ચમચી કોથમીર
  • ૧ કપ – છાશ
  • ૧ ચમચી – મરચું
  • ૧/૨ ચમચા ચી હળદર
  • ૨ ચમચી તેલ
  • ૫-૬ નંગ – લીમડાના પાન
  • સ્વાદાનુસાર – મીઠું
  • જરૂરિયાત મુજબ – પાણી

બનાવવાની રીત

સૌ પ્રથમ રોટલી લો અને તેના નાના ટૂકડા કરી લો. હવે તેમા થોડૂક પાણી ઉમેરી પલાળી દો. માપનુ પાણી લેવું જેથી રોટલી બહુ ઢીલી ન થઇ જાય. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. તેમા રાઇ ઉમેરો. હવે રાઇ તતડે એટલે તેમા લીમડો, લસણ, મરચા અને ડુંગળી ઉમેરી લો. ડુંગળી આછા બ્રાઉન રંગની થાય એટલે તેમા ટામેટા ઉમેરી લો. હવે તેમા ઉપરથી હળદર, મરચું, મીઠું ઉમેરી 2 મિનિટ રહેવા દો. ટામેટા થોડાક નરમ થાય એટલે તેમા છાશ ઉમેરો. હવે એક મિનિટ પછી તેમા પલાળેલી રોટલી ઉમેરી લો. તેને બરાબર મિક્સ કરી લો. હવે ઉપરથી તેમા કોથમીર ઉમેરી દો. 2 મિનિટ પછી ગેસની આંચ બંધ કરી લો. તૈયાર છે ગરમા ગરમ વધેલી રોટલીની ઢોકળી… તેને તમે અથાણા સાથે સર્વ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો