શરદી- ઉધરસની તકલીફથી છુટકારો અપાવશે બાજરીના લોટની રાબ, જાણો બનાવવાની સરળ રીત

ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં શરદી-ઉધરસની સમસ્યા દરેકને સતાવતી હોય છે. આવી સ્થિતિમાં દવા ન લેવા માગતા હો તો તમે કેટલાર ઘરેલુ ઉપચાર પણ કરી શકો છો. જેમ કે, તમે બાજરીના લોટમાંથી બનાવેલી રાબ પીશો તો તમને રાહત મળશે. તો શીખી લો તેની રેસિપી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સામગ્રી

  • 2 ચમચી દેશી ગોળ
  • 1 ગ્લાસ પાણી
  • 2 ચમચી ઘી
  • 2 ચમચી બાજરીનો લોટ
  • 1/2 ચમચી સૂંઠ પાઉડર

બનાવવાની રીત

એક પેનમાં ગોળ અને પાણી લો. આ મિશ્રણને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી ગોળ પાણીમાં સરસ રીતે ઓગળી ન જાય. ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો.

એક પેનમાં ઘી લઈને તેને ગરમ થવા દો. ઘી ગરમ થાય એટલે તેમાં બાજરીનો લોટ શેકી લો. આશરે 3-4 મિનિટ અથવા જ્યાં સુધી બાજરીના લોટનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી શેકો. બાજરાનો લોટ શેકાય જાય એટલે તેમાં સૂંઠ પાઉડર ઉમેરો અને ફરીથી 1-2 મિનિટ માટે શેકી લો

હવે આ મિશ્રણમાં ગોળવાળુ પાણી ઉમેરીને ફરીથી ગરમ થવા દો. જ્યાં સુધી બધી સામગ્રી એકબીજા સાથે મિક્સ ન થઈ જાય અને ઘી ઉપર ન દેખાવા લાગે ત્યાં સુધી તેને ઉકળવા દો. (આશરે 10 મિનિટ). તો તૈયાર છે બાજરીના લોટની રાબ. આ રાબ પીવાથી શરદી-ઉધરસની સમસ્યા દૂર થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો