ચણાના લોટવાળું મસાલેદાર ભરેલા સરગવાની સિંગનું શાક બનાવો, સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ જાણો બનાવવાની સરળ રીત

સરગવાની સિંગને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે ખાસ કરીને ઘણા લોકોને આ શાક બનાવતા આવડતું નથી પરંતુ આજે અમે તમારા માટે સરગવાની સિંગનું શાક કેવી રીતે બનાવાય તેની રેસીપિ લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે ચણાના લોટ વાળુ સરગવાની સિંગનું શાક બનાવાય..

સામગ્રી

  • ૩ નંગ – સરગવાની સિંગ
  • ૧/૨ ચમચી – હિંગ
  • ૧ ચમચી – મરચું પાઉડર
  • ૧ ચમચી – જીરું
  • ૧ ચમચી – ધાણાજીરું
  • ૧/૨ ચમચી – હળદર
  • ૧/૨ બાઉલ – ચણા નો લોટ
  • ૩-૪ નંગ – લીલા મરચાં
  • ૧ ચમચી – ખાંડ
  • સ્વાદાનુસાર – મીઠું
  • જરૂરિયાત મુજબ – તેલ
  • જરૂરિયાત મુજબ – પાણી

બનાવવાની રીત

સૌપ્રથમ સરગવાની સિંગ લઇને તેને પાણીથી ધોઈ લો અને નાના ટૂકડા કરી લો. ત્યાર બાદ તેને કુકરમાં થોડું પાણી ઉમેરી બાફવા માટે મૂકી દેવી. હવે સિંગ બફાઇ જાય બાદ એક પેનમાં તેલ ગરમ થવા માટે મૂકીશું. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં હિંગ અને જીરું ઉમેરીશું. જીરું તતડી જાય ત્યાં સુધી તેને ધીમી આંચ ઉપર રેહવા દો. હવે તેમાં મરચાંના બી કાઢી તેના નાના કટકા લો અને જીરું થઈ ગયા બાદ તેલમાં ઉમેરો. હવે તેમાં બાફેલી સિંગ ઉમેરીશું અને ચમચા વડે બધુ જ મિક્સ કરી ધીમી આંચ પર રાખો. હવે એક બાઉલમાં ચણા નો લોટ લો. ત્યાર બાદ તેમાં મીઠુ, મરચું પાઉડર, હળદળ, ધાણાજીરું અને ખાંડ બધા જ મસાલા મિક્સ કરી તેમાં પાણી ઉમેરી ચમચા વડે લોટની કણીઑ ના રહે ત્યાં સુધી મિક્સ કરી લેવું. તૈયાર છે ચણાના લોટ વાળું સરગવાની સિંગનું શાક…

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો