ઘરે જ બનાવો મહારાષ્ટ્રની સ્પેશ્યિલ લીલા મરચા અને લસણની ચટણી, દાઢે વળગી જશે સ્વાદ જાણો બનાવવાની સરળ રીત

ખાસ કરીને લોકોને ભોજન સાથે ચટણી પસંદ હોય છે. આજે અમે તમારા માટે એક ટેસ્ટી ચટણીની રેસીપી લઇને આવ્યા છીએ. જે મહારાષ્ટ્રમાં પ્રખ્યાત છે. મહારાષ્ટ્રમાં લીલા મરચાં, મગફળી અને લસણની ચટણી પસંદ કરવામાં આવે છે. તે એકદમ સહેલી રેસીપી છે માત્ર લીલા મરચા અને લસણથી બનેલી છે તો આવો જોઇએ કેવી રીતે બનાવાય લસણ અને લીલા મરચાની ચટણી…

સામગ્રી

  • ૮ નંગ લીલા મરચાં
  • ૪ નંગ – છોલેલુ લસણ
  • ૨ ચમચી – લીલી કોથમીર
  • ૨ ચમચી – ઓલિવ ઓઇલ
  • ૨ ચમચી – મગફળી
  • સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ ચટણી બનાવવા માટે ધીમી આંચ પર પેનમાં લીલા મરચા રોસ્ટ કરી લો. જ્યાં સુધી રોસ્ટ કરો જ્યાં સુધી તે બ્રાઉન ન થાય. તે બાદ મગફળી પણ શેકી લો હવે લસણને રોસ્ટ કરી લો. આ ત્રણેય વસ્તુને ઠંડી કરી લો. તે બાદ ખાયણી પરારમાં વાંટી લો (ગ્રાઇન્ડરનો ઉપયોગ ન કરવો) હવે અધકચરી પેસ્ટ બનાવી લો. હવે કોથમીર, ઓલિવ ઓઇલ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે મહારાષ્ટ્રીયન ગ્રીન ચિલી ગાર્લિક ચટણી એટલે કે મહારાષ્ટ્રની ઠેચા.. લીલી મરચાને ઠેચાની રોટલી, પુરી અને પરાઠા સાથે કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો