મરચાનું અથાણું જોઇને મોંમાં આવી જશે પાણી… આ રીતે બનાવો ઘરે ખાવાની પડશે બમણી મજા

અથાણું ખાસ કરીને લોકો ભોજન સાથે ટ્રાય કરે છે. આમ તો ઘણી વખત અથાણું બનાવવામાં ઘણો સમય લાગે છે. પરંતુ આજે અમે તમારા માટે મિનિટોમાં બની જશે એવા અથાણાની રેસીપિ લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મરચાનું અથાણું…

સામગ્રી

૮-૧૦નંગ – લીલા મરચાં, ૧ ચમચી – જીરૂ, ૧ ચમચી – વરિયાળી, ૧/૪ ચમચી – હીંગ, ૧/૪ ચમચી – હળદર, ૨ ચમચી – લીંબુનો રસ, ૧/૨ ચમચી – ખાંડ, ૨ ચમચી – સરસિયું, સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ મરચાને ધોઇને સૂકા કપડાથી લૂંછી લો તે બાદ તેને ગોળાકાર કટ કરી લો. હવે ગેસ પર પેનમાં તેલ ગરમ કરી લો તેમા જીરૂ વરિયાળી ઉમેરીને ફ્રાય કરી લો. જ્યારે વરિયાળી અને જીરૂ તતડે એટલે તેમા હીંગ અને લીલા મરચાંના ટૂકડા ઉમેરી મિક્સ કરી લો તેને 3-4 મિનિટ માટે મધ્યમ આંચ પર ચઢવા દો. હવે મરચામાં ખાંડ, લીંબુનો પસ અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે ગેસ બંધ કરીને અથાણાને ઠંડુ કરી લો. તૈયાર છે મરચાનું અથાણું. તેને ડબ્બામાં બંધ કરીને 3-4 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો