બે કલાકમાં બની જશે માટીના ગણેશ, આ રીતે બનાવી શકાય માટીના ગણેશ, જાણો વિગતે

ગણેશોત્સવમાં 10 દિવસ સુધી ભકતો ભકિતભાવથી પૂજા અર્ચન કરે છે અને આ જ ગણેશને લાત મારીને વિસર્જિત કરતા જોઈને રાજકોટના આર્ટ ટીચર છેલ્લા 5 વરસથી માટીના ગણેશ બેસાડે છે. એટલુ જ નહિ બીજા લોકો પણ માટીના ગણેશ બેસાડે તે માટે હવે વર્કશોપ કરે છે. લાખો રૂપિયાના ખર્ચે પીઓપીના ગણેશ બેસાડયા બાદ તેને વિસર્જીત કરવાથી પર્યાવરણને પણ નુકસાન જાય છે. જ્યારે માટીના ગણેશ માટે માત્ર 2 કિલો જ માટી જોઈએ છે અને તેનો ખર્ચ રૂપિયા 50 જ આવે છે.

બે કલાકમાં બની જશે ગણેશ

આર્ટ ટીચર તૃપ્તિ ચોહાણ જણાવે છે કે , માટીના ગણેશ બેસાડવાથી બીજો ફાયદો એ થશે કે તે માટી ઝાડના કૂંડા કે પાણીમાં પણ વિસર્જિત થઈ શકે છે અને તે કાયમ માટે આંગણામાં આપડી સાથે જ રહી શકે છે આ રીતે શ્રીજીની કૃપા આખું વરસ આપણી સાથે જ રહે છે. આ ઉપરાંત પર્યાવરણને પણ નુકસાન જતુ નથી. 2 કિલો માટીની મદદથી દોઢ ફૂટની મૂર્તિ બને છે. બે કલાકની અંદર માટીના ગણેશ બની જાય છે.

આ રીતે બનાવી શકાય માટીના ગણેશ

  • 2 કિલો માટી જોઇએ છે
  • પહેલા બેઝ બનાવવાનો રહેશે
  • હાથ અને પગ બનાવવા માટે વેલણ ટાઈપ માટીને આકાર આપો.જેની લંબાઈ 4 થી 5 ઈંચની રહેશે
  • મોઢા માટે એક સ્ટિકનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદ આ સ્ટીક પર એક બોલ મુકી દેવાનો રહેશે.
  • સૂંઢ માટે ઉપરથી જાડો અને નીચેથી પાતળો ભાગ રાખવાનો રહેશે.
  • કાન બનાવવા માટે નાની રોટલી જેવડો શેપ આપવાનો રહેશે. વચ્ચેથી કાપી નાખવાનો રહેશે.
  • મૂગટ માટે પાતળી અને વેલ અને ડોટસ બનાવવાના રહેશે.

આ બધુ તૈયાર થયા બાદ તેને એક પછી એક ભાગ પાણીની મદદથી જોડવાના રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો