દુધીના નહીં પણ હવે બનાવો કારેલાના મુઠીયા, કડવા નહીં પણ લાગશે સ્વાદિષ્ટ જાણો બનાવવાની સરળ રીત

મેથીના, દૂધીના મુઠીયા તો તમે વારંવાર બનાવતા હશો, પણ આજે કારેલાના મુઠીયા ટ્રાય કરો. આ મુઠીયા ટેસ્ટ કરવામાં તમને એકદમ અલગ લાગશે, પણ તેને ખાવાની મજા આવી જશે. મુઠીયાને બનાવતા પહેલા કારેલામાંથી કડવાશ કાઢી લેજો. મીઠું નાખીને કારેલામાંથી કડવાશ દૂર કરવી. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કારેલાના મુઠિયા…

સામગ્રી

  • ૨ કપ – ઘઉંનો લોટ
  • ૧/૨ કપ – બારીક સમારેલા કારેલા
  • ૧/૪ કપ – બારીક સમારેલી ડુંગળી
  • ૨ ચમચી – સમારેલું લસણ
  • ૧ ચમચી – આદુની પેસ્ટ
  • ૧ ચમચી – સમારેલા લીલા મરચા
  • ૧ ચમચી – કોથમીર
  • ૧/૨ ચમચી – હળદર
  • ૧ ચમચી – દહીં
  • ૧/૪ કપ – ઘઉંનો લોટ
  • ૧/૨ કપ – ચણાનો લોટ
  • સ્વાદાનુસાર – મીઠું
  • ૧ ચમચી – તેલ
  • ૧/૨ ચમચી – જીરું
  • ૧/૨ ચમચી – સફેદ તલ
  • ૧ ચપટી – હિંગ

બનાવવાની રીત

એક બાઉલમાં બારીક સમારેલા કારેલા, ડુંગળી લસણ, આદુની પેસ્ટ, લીલા મરચા, કોથમીર, હળદર, મીઠું, દહી, ઘઉંનો લોટ, જુવારનો લોટ, ચણાનો લોટ અને સ્વાદ અનુસાર મીઠું બધુ જ મિક્સ કરી લો. હવે જરૂર મુજબ પાણી નાખીને સોફ્ટ લોટ બાંધલો.આ લોટને થોડી વાર રાખો મૂકો. હવે લોટના ગોળ ગોળ લઈને રોલ કરી લો.હવે સ્ટીમરનો વારો. સ્ટીમરના નીચેના ભાગમાં પાણી નાખવું, અને ઉપરના ભાગમાં રોલ મૂકી દેવા. સ્ટીમરને ઢાંકીને 15 મિનીટ સુધી રોલ કુક થવા દેવા.હવે રોલને ઠંડા થવા દેવા. ત્યાર બાદ તેના મુઠીયાની જેમ નાના નાના પીસ કરી લેવા.હવે એક નોનસ્ટીક પેનમાં ઓઈલ નાખીને તેને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં આખું જીરું, સફેદ તલ, હિંગ અને મુઠીયા નાંખીને તેને બે-ત્રણ મિનીટ કુક થવા દો. બસ, તૈયાર છે તમારા કારેલાના મુઠીયા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો