જો ઓક્સિજન લેવલ ઘટી જાય તો શું કરશો? કઇ રીતે વધારશો શરીરમાં ઓક્સિજન લેવલ, જાણો અને શેર કરો

દેશભરમાંથી ઓક્સિજનની અછત અને ઓક્સિજન માટે મારામારીની ખબરો સામે આવી રહી છે. કોરોના વાયરસના કેરની વચ્ચે લોકોના મનમાં શરીરમાં ઓક્સિજન લેવલને લઇ ઘણાં સવાલો થઇ રહ્યા છે. લોકોને એ વાતની જાણકારી નથી કે શરીરમાં કેટલા ઓક્સિજન લેવલને સામાન્ય માનવામાં આવે છે. ઓક્સિજનના કયા સ્તરે આવ્યા બાદ ખતરો વધી જાય છે. જાણો ઓક્સિજનથી જોડાયેલી અગત્યની વાતો…

શું હોય છે ઓક્સિજન લેવલ

ખરેખર તો ઓક્સિજન લેવલ આપણા શરીરમાં ઓક્સિજન સેચ્યુરેશનનું સ્તર છે. સરળ શબ્દોમાં કહીએ તો લોહીમાં ઓક્સિજનની માત્રા કેટલી છે. હવે તમે વિચારશો કે ઓક્સિજન તો શ્વાસ દ્વારા ફેફસામાં જાય છે. તેનું લોહી સાથે શું લેવા દેવા. તો અહીં રોલ આવે છે હીમોગ્લોબિનનો. જેને બનાવવા માટે તમને આર્યન યુક્ત આહાર ખાવાની સલાહ આપવામાં આવે છે. ખરેખર તો આ હીમોગ્લોબિન જ છે જે ફેફસાથી ઓક્સિજનને લઇ શરીરના અન્ય અંગો સુધી પહોંચાડે છે.

એ ખબર કઇ રીતે પડે કે ઓક્સિજન લેવલ કેટલું છે

ઓક્સિજન પર્સેંટેજ(ટકાવારી)માં માપવામાં આવે છે. ઓક્સિમીટરમાં જો ઓક્સિજન લેવલ 94 ટકા દેખાડી રહ્યું છે તો તેનો અર્થ એ છે કે, 6 ટકા બ્લડ સેલ્સમાં ઓક્સિજન નથી.

કેટલા સમયમાં ઓક્સિજન લેવલ ચેક કરવું જોઇએ

સામાન્ય રીતે તાવ, અશક્તિ મહેસૂસ થવા પર કે ડૉક્ટરના કહેવા પર તમારે પોતાનું ઓક્સિજન લેવલ મોનિટર કરવાની જરૂર છે. પણ કોરોના દરમિયાન જો તમને તેના લક્ષણ દેખાઇ છે તો દર 5 કલાકમાં પોતાનું ઓક્સિજન લેવલ ચેક કરો.

શરીરમાં કેટલું ઓક્સિજન લેવલ હોવું જોઇએ

સામાન્ય રીતે લોહીમાં 94-95થી 100 ટકાની વચ્ચે ઓક્સિજનનું સેચ્યુરેશન લેવલ સામાન્ય માનવામાં આવે છે. 95 ટકાથી ઓછું ઓક્સિજન લેવલ ફેફસામાં કોઈ તકલીફ હોવા અંગે ઈશારો કરે છે. 93 કે 90ની નીચે ઓક્સિજન લેવલ થાય તો તરત ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.

શું કરશો જો ઓક્સિજન લેવલ 88ની નીચે જતુ રહે

સામાન્ય રીતે 90 ટકાથી નીચેના ઓક્સિજન લેવલને ખતરાની સાઇન માનવામાં આવે છે. પણ કોરોનાના કેસોમાં જોવામાં આવ્યું છે કે તે 88 સુધી પહોંચી જાય છે. એવામાં પ્રાણાયમ કરો, આર્યન, વિટામિન સી અને ઝિંકથી ભરપૂર આહાર લો. ઓક્સિમીટર પર સતત પોતાના ઓક્સિજન લેવલનું સ્તર તપાસતા રહો અને જેટલું જલદી સંભવ થાય તો પોતાના ડૉક્ટરના સંપર્કમાં આવો.

કઇ રીતે વધારશો ઓક્સિજન લેવલ

સામાન્ય રીતે હીમોગ્લોબિનની માત્રા વધારીને તમે શરીરમાં ઓક્સિજન લેવલ વધારી શકો છો. તેના માટે આર્યનથી ભરપૂર આહાર લો. એક્ટિવ રહો અને યોગા કે કસરત કરો. પેટના બળે સૂવો અને લાંબા શ્વાસ લઇને પણ તેમાં વધારો કરી શકાય છે. શરીરમાં ઓક્સિજન લેવલ જાળવી રાખવા માટે આર્યન, કોપર, વિટામિન એ, વિટામિન બી2, વિટામિન બી3, વિટામિન બી5, વિટામિન બી6, વિટામિન બી9 અને વિટામિન બી12ની જરૂર હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો