ગળામાં થતી બળતરા માટે રામબાણ ઇલાજ છે આ ડ્રિંક, અન્ય સમસ્યાઓમાં પણ અસરકારક છે આ ઘરગથ્થુ ઉપચાર..

કોરોના વાયરસના સંક્રમણના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો તેમા ગળામાં બળતરાની સમસ્યા પણ સામેલ છે. જેથી તમને ગળામાં બળતરાની સમસ્યા સિવાય જો અન્ય કોઇપણ લક્ષણ અનુભવાય તો રાહ જોયા વગર કોરોના વાયરસની તપાસ કરાવવી જોઇએ અને પ્રોપર ટ્રીટમેન્ટ લેવી જોઇએ. જ્યારે સામાન્ય રીતે થનારી ગળામાં બળતરાની સમસ્યાને દૂર કરવા માટે તમે ઘરેલું ઉપચારની મદદ લઇ શકો છો. તેનાથી તમને ઘણી હદ સુધી ફાયદો મળશે. આવો જાણીએ કેટલાક ઘરેલું ઉપચાર…

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ ઘરેલું ઉપચારને તૈયાર કરવા માટે મુખ્ય રીતે આદુ અને મધી જરૂર પડશે. આ દિવસમાં લગભગ ઘરમાં મધ મળી રહે છે. કારણકે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિશેષતા રાખવાનું મુખ્ય કારણ તેનું સેવન લગભગ દરેક લોકો દ્રારા કરવામાં આવી રહ્યું છે. આ ઘરેલું ઉપચાર તૈયાર કરવાની ટિપ્સ ખૂબ સહેલી છે. જેને તમે માત્ર 5 મિનિટમાં તૈયાર કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે બનાવાય..

બનાવવાની રીત

  • આદુનો ટુકડો લો અને તેને પાણીમાં સારી રીતે ધોઈ લો અને તેને નાના નાના ટુકડા કરી લો.
  • હવે આદુના ટુકડાને બે ગ્લાસ પાણીમાં મિક્સ કરી ઉકાળવા માટે વાસણમાં નાખો.
  • તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી એક ગ્લાસ રહે.
  • હવે પાણીને ગાળીને એક ગ્લાસમાં રાખો અને તેમા એક ચમચી મધ મિક્સ કરી લો.
  • હવે આ પાણીને ઘૂંટ-ઘૂંટ સેવન કરો. તેનું સેવન કરવાની સાથે તેનાથી કોગળા કરી શખો છો.
  • જેનાથી ગળામાં થતી બળતરાથી રાહત મળશે અને સમસ્યાથી છૂટકારો મળે છે.
  • આ પ્રક્રિયાને તમે દિવસમાં બે વખત કરી શકો છો.

આ રીતે થશે ફાયદો

આદુ અને મધ આયુર્વેદમાં પણ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉપચાર માટે પ્રયોગ કરવામાં આવે છે. વાત કરવામાં ગળામાં બળતરાની સમસ્યાની તો તેને સારુ કરવામાં પણ આદુ અને મધ ખૂબ ફાયદાકારક હોય છે. એક વૈજ્ઞાનિક અધ્યયન અનુસારસ આદુ અને મધ બન્ને એન્ટીવાયરલ, કોમન કોલ્ડ અને કફની સમસ્યાને દૂર કરવા માટે અસરકારક માનવામાં આવે છે. જેથી તમે તેનું સેવન કરી ગળામાં થતી બળતરાને દૂર કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો