પાન કાર્ડ ખોવાઈ ગયું છે તો આ પ્રોસેસથી ઘરે બેઠા જ મેળવી શકો છો પાન કાર્ડની બીજી કોપી, જાણો વિગતે

અત્યારના સમયમાં પાન કાર્ડની જરૂરિયાત આઈડી પ્રૂફ (ID Proof) સહિત અન્ય કામ માટે થાય છે. કેટલીક વખત બેદરકારી અથવા કોઈ અન્ય કારણોસર તે ખરાબ થઈ જાય છે. જો તમારું પાન કાર્ડ ખરાબ થઈ ગયું છે અથવા પછી ખોવાઈ ગયું છે તો તમે સરળતાથી તેની બીજી કોપી મેળવી શકો છો. ઈન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાન કાર્ડ UTITSL અથવા નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અને ટેક્સ ઇન્ફર્મેશન નેટવર્ક (TIN) દ્વારા જાહેર કરે છે. તેમાં જે એજન્સીએ પણ તમારું પાન કાર્ડ બનાવ્યું છે તમે તેમનો સંપર્ક કરીને પોતાના પાન કાર્ડની બીજી કોપી મેળવી શકો છો.

કેવી રીતે રિપ્રેન્ટ કરાવવું
તેના માટે તમારે UTITSL અથવા NSDL-TINના ઓનલાઈન પોર્ટલ પર જઈને રિપ્રિંટ પાન કાર્ડના ઓપ્શન પર ક્લિક કરી શકો છો. આ સુવિધાનો ઉપયોગ કર્યા બાદ તમે સરળતાથી પોતાના પાન કાર્ડની રિપ્રિન્ટ પોતાના ઘરે પ્રાપ્ત કરી શકો છો. આ દરમિયાન તમારી પાસે એ ઓપ્શન હોય છે કે તમે તમારા નવા પાન કાર્ડને કયા એડ્રેસ પર ડિલિવર કરવા માગો છો અથવા તેમાં કોઈ ફેરફાર કરાવવા માગો છો.

બંને એજન્સી ભારતમાં કોઈ પણ જગ્યાએ આધાર કાર્ડની રિપ્રિન્ટ ડિલિવર કરવા માટે 50 રૂપિયા ચાર્જ લે છે. તો બીજી તરફ તમે ભારત સિવાય કોઈ અન્ય જગ્યાએ તેને ડિલિવર કરાવવા માગતા હોય તો તેના માટે તમારે 959 રૂપિયા પ્રતિ કાર્ડ ચૂકવવાના રહેશે. પરંતુ તમારે આવેદન કરતા સમયે તે ધ્યાનમાં રાખવાનું રહેશે કે તમે તેને કયા ડિલિવર કરવા માગો છો. આ દરમિયાન જો તમે એડ્રેસ નથી બદલતા તો પાન કાર્ડની કોપી રડિસ્ટ્રર્ડ એડ્રેસ પર ડિલિવર થઈ જશે.

પાનકાર્ડની રિપ્રિન્ટ કોપી માટે આવેદન કરતા સમયે તમારા પાનકાર્ડ અને ડેટ ઓફ બર્થની જરૂર રહેશે. NSDL આધાર કાર્ડ પણ માગે છે કેમ તેને પાનકાર્ડથી લિંક કરાવવું જરૂરી છે.

ઈ-પાનકાર્ડ
​​​​​​​ઈન્કટેક્સ સંબંધિ નિયમોમાં ફેરફાર બાદ તમારા પાન કાર્ડની હાર્ડ કોપીની જરૂર નહીં રહે. તમે ઈચ્છો તો સોફ્ટકોપીનો પણ ઉપયોગ કરી શકો છો. UTITSL અને NSDL-TIN બંને ઈ-પાન કાર્ડ જાહેર કરે છે. આ સુવિધા નવા અને જૂના પાન કાર્ડ હોલ્ડર્સ માટે લાગૂ થાય છે. જો કે, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પીડીએફ ફાઈલ પણ તેના માટે માન્ય હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો