મહિલાઓને વજન ઘટાડવા માટેનો સહેલો ઉપાય, ખાલી ઘર કામ કરીને જ મહિલાઓ આટલી કેલેરી બર્ન કરી શકે છે.

કેટલાયે રિસર્ચમાં એ સાબિત થઇ ચૂક્યું છે કે જો રોજ 2 કલાક ઘરના કામ કરવામાં આવે તો સહેલાઈથી કેલરી બર્ન થવા લાગે છે. વજન ઘટાડવાનો આ ઉપાય જિમનો ખર્ચ પણ બચાવે છે. ફિઝિયોથેરાપિસ્ટ ડો. નમ્રતા સિંહ એવા કેટલાક ઘર કામ જણાવી રહી છે જેને કરીને તમે ફિટ રહી શકો છો.

જિમનો ખર્ચ બચશે

કચરા-પોતું કરીને કચરો સાફ કરીને અને પોતું લગાવીને 300થી 350 કેલરી બર્ન થાય છે. તેનાથી હાથ સુડોળ બને છે અને અપર બોડી પાર્ટ્સના મસલ્સ મજબૂત થાય છે. પોતું કરવા માટે તમે વારંવાર ઝૂકો તો તેનાથી પેટ અને જાંઘ પર જામેલી ફેટ ઓછી થવા લાગે છે. અને ધીમે ધીમે તમે પરફેક્ટ શેપ બનાવી શકો છો.

ઘરના આ 4 કામ કરીને તમે 150થી 400 જેટલી કેલરી બર્ન કરી શકો છો

ગાર્ડનિંગ – ગાર્ડનિંગ કરવાથી માંસપેશીઓની કાર્યક્ષમતા વધે છે. તેનાથી જોઈંટ્સમાં લચક પણ આવે છે. જો તમે અડધો કલાક ગાર્ડનમાં પાણી આપો અથવા નિંદણ-રોપવાનું કામ કરો તો પેટ, હાથ અને હિપ્સ પર દબાણ વધે છે. તેનાથી લગભગ 400 કેલરી બર્ન થાય છે.

બાથરૂમ સફાઈ – તેમાં સૌથી વધુ પગ, પેટ અને હિપ્સના આસપાસના મસલ્સ કામ કરે છે. સાથે જ હાથ તેમજ ખભાને વધુ મજબૂતી મળે છે. બાથરૂમની ટાઇલ્સની સફાઈ કરવી પેટ તેમજ હિપ્સની ચરબી ઘટાડવાનો પણ સહેલો ઉપાય છે. તેને કરવાથી લગભગ 200 કેલરી બર્ન થાય છે.

કપડાં ધોવા – વોશિંગ મશીનની જગ્યાએ હાથથી કપડાં ધોવાની પ્રક્રિયા તમને ફિટ રાખવામાં મદદ કરી શકે છે. કપડાં ધોવા દરમિયાન તમારા આખા શરીરની કસરત થાય છે. એક કલાક કપડાં ધોવાથી અને સૂકવવાથી 130થી 150 કેલરી બર્ન કરી શકાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close