વિજળી પડે ત્યારે શું ધ્યાન રાખશો? આ રીતે કરો પોતાનો બચાવ, વીજળીથી બચવા માટે રાખો આ ખાસ કાળજીઓ

સમગ્ર દેશમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઇ ચૂકી છે. આ દરમિયાન આપણે ઠેરઠેર વીજળી પડવી (Lightning), પૂર (Food), તોફાન (Cyclone) જેવી ઘટનાઓ બનવા વિશે સાંભળતા કે જોતા હોઇએ છીએ. તેવામાં આવી સ્થિતિમાં ખાસ જરૂરી બને છે કે આપણે આ કુદરતી વિપદાઓ (Natural Disasters) સામે બચાવ માટે અગાઉથી જ પોતાને તૈયાર રાખીએ. જેથી જરૂરિયાતની સમયે આપણે પોતાની અને બીજાની પણ મદદ કરી શકીએ. વીજળીને કુદરતનું રૌદ્ર સ્વરૂપ માનવામાં આવે છે. ચોમાસા (Monsoon) દરમિયાન ઘણી જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓમાં લોકોના જીવ પણ જાય છે. ત્યારે આવા સમયે ક્યા પ્રકારની કાળજી રાખવી જોઇએ તેના વિશે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોઇ કામથી અથવા વ્યવસાય અર્થે ઘરની બહાર નીકળતી સમયે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

હંમેશા સાવચેત રહો
કોઇ પણ જગ્યાએ બહાર જતા પહેલા હવામાનના પૂર્વાનુમાનો વિશે જરૂર તપાસો. જો વેધર ફોરકાસ્ટમાં વીજળીની સાથે વરસાદની આગાહી અપાઇ હોય તો તમારો પ્રવાસ કે બહાર જવાનું ટાળી દો અથવા સુનિશ્ચિત કરો કે જે તે જગ્યાએ સુરક્ષિત સ્થાન મળી રહે.

ઘરની અંદર જાઓ
યાદ રાખો, જ્યારે પણ વીજળી ગરજે તો ઘર કે સુરક્ષિત સ્થાનની અંદર જાઓ. વીજળીના કડાકાઓ સંભળાય ત્યારે એક સુરક્ષિત અને સંલગ્ન સ્થળ શોધવું. સુરક્ષિત સ્થાનોમાં ઘર, ઓફિસ, શોપિંગ સેન્ટર અને બારીઓ સાથેના હાર્ડ ટોપ વાહનો પણ સામેલ છે.

ખુલ્લામાં હોય ત્યારે પણ તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ભાગો
જો તમે કોઇ ખુલ્લી જગ્યામાં છો અને વીજળી પડવાની સંભાવના વર્તાય તો તુરંત જ કોઇ સુરક્ષતિ જગ્યા શોધો. બચાવ માટે આ સૌથી મહત્વનો ઉપાય છે. જોકે જમીનની નજીક બેસી કે સુઈ જવાથી તમને ઇજાઓ થવાની સંભાવના ઓછી થાય છે, પરંતુ તે તમને ખતરાથી બચાવી શકશે નહીં.

જો તમે કોઇ પણ પ્રકારના સુરક્ષા સંસાધનો વગર જ બહાર હોય તો આ ઉપાયો તમને કામ લાગી શકે છે:

– ઊંચાઇ વાળી જગ્યાઓ જેવી કે પહાડો, શિખરો જેવા ક્ષેત્રો પરથી તુરંત નીચે ઉતરો.
– ક્યારેય પણ જમીન પર સપાટ ન સૂવો. તમારા શરીરને વાળીને કાન પર હાથ રાખીને બોલ જેવી સ્થિતિમાં નીચે ઝૂકી જાવ. જેથી તમારા શરીરનો જમીન સાથે ઓછામાં ઓછો સંપર્ક રહે.

– આવી સ્થિતિમાં ક્યારેય પણ વૃક્ષ નીચે ઊભા ન રહેવું
– તુરંત જ તળાવ, સ્વિમિંગ પુલ કે અન્ય પાણીવાળી જગ્યાએથી બહાર નીકળી જવું.
– ઇલેક્ટ્રીક ઉપકરણોથી દૂર રહો.

– એકબીજાથી થોડા અંતરે ઊભા રહો.
જો તોફાન કે વીજળી સમયે તમે ગૃપમાં એકત્રિત થયા છો, તો તુરંત જ એકબીજાથી થોડું અંતર રાખી દૂરદૂર ઊભા રહો. જેથી વીજળી ધરતી પર પડે તો ઇજાનું પ્રમાણ ઘટી શકે.

ક્યારેય ન કરો આ કામ

– ખુલ્લી જગ્યાઓમાં ન રહો
તોફાન કે વીજળી દરમિયાન મોટરસાયકલ જેવા ખુલ્લા વાહનો કે અન્ય ખુલ્લી જગ્યામાં જવાનું કે રહેવાનું ટાળો. આ દરમિયાન રમતના ખુલ્લા મેદાનો કે પાર્ક, તળાવ, બીચ, સ્વિમિંગ પુલથી દૂર રહો.

– ઊંચી ઇમારતો અને બાંધકામથી દૂર રહો.
તોફાન દરમિયના કોંક્રિટના ફ્લોર પર ન સૂવો. આ ઉપરાંત કોંક્રિટની દિવાલોથી પણ દૂર રહો. વીજળી કોઇ પણ મેટલ વાયર, કોંક્રિટ ફ્લોર કે દિવાલોમાંથી પસાર થઇ શકે છે.

ઘરની અંદર રાખો આ કાળજીઓ
માત્ર ઘરની બહાર જ નહીં પરંતુ ઘરની અંદર પણ અમુક સાવચેતીઓ રાખવી જરૂરી છે.

પાણીથી દૂર રહો
વીજળી ઘર કે ઇમારતના પાણીના પાઇપ દ્વારા પણ પસાર થઇ શકે છે, તેથી તોફાન દરમિયાન વાસણ સાફ કરવા, ન્હાવું કે કોઇ પણ પાણી સાથે જોડાયેલ પ્રક્રિયા ન કરવી.

ઇલેક્ટ્રિક ઉપકરણોથી રહો દૂર
ઇલેક્ટ્રિસીટી સાથે જોડાયેલ કોઇ પણ ઉપકરણો જેવા કે, કમ્પ્યૂટર, ફોન, ગેમિંગ સિસ્ટમ, સ્ટવ, વોશિંગ મશીન, લેપટોર વગેરેથી દૂર રહેવું. વીજળી ઇલેક્ટ્રિક સિસ્ટમ્સ, રેડિયો, ટેલિવિઝન રિસેપ્શન સિસ્ટમ અને કોંક્રિટની દિવાલો કે ફર્શમાં કોઇ ધાતુ કે તાર દ્વારા પસાર થઇ શકે છે.

કોર્ડેડ ફોનથી સાવચેત રહો
તોફાન દરમિયાન કોર્ડેર ફોનનો ઉપયોગ કરવો હાનિકારક સાબિત થઇ શકે છે. જોકે કોર્ડ લેસ કે સેલ્યુલર ફોન વાપરી શકો છો.

બારી-બારણાંઓ, કોંક્રિટ અને થાંભલાઓથી દૂર રહો
તોફાન કે વીજળી દરમિયાન કોંક્રિટના ફર્શ પર ન સૂવો. આ ઉપરાંત કોંક્રિટની દિવાલો, ઘરના બારી-બારણાઓ અને વાયરના થાંભલાઓથી દૂર રહેવું સલાહ ભર્યું છે.

ઉપર આપેલા તમામ સુચનો અને ઉપાયો તમને અને તમારા પરીવારને વીજળીથી થતી કોઇ પણ પ્રકારની ઇજાઓથી બચાવી શકે છે અને કોઇ પણ પ્રકારની જાનહાનિ ટાળી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો