ઉનામાં વાવાઝોડામાં ઘર તૂટી જતા વિધવા અને ૨ પુત્રો આખી રાત ખૂણામાં ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યાં, વાવાઝોડાએ વિધવાની ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ કરી

ઉનામાં વિદ્યુતનગર પાસે હુડકોમાં ગઈકાલે વાવાઝોડા અને વરસાદ દરમિયાન મકાન પડી જતા આ મકાનમાં રહેતા વિધવા બહેન મનીષાબેન દીપકગીરી અને તેના બે પુત્રો ફસાઈ ગયેલ અને બહાર ભારે પવન અને વરસાદમાં બહાર નીકળી શકે તેમ ન હોય મકાનના અડધા તૂટેલા સ્લેબ નીચે ત્રણેય આખી રાત ભૂખ્યા-તરસ્યા રહીને જીવ બચાવ્યો હતો.

વિદ્યુતનગર હુડકોમાં રહેતા વિધવા મનીષાબેન દીપકગીરી તેના ૨ પુત્રો સાથે ગઈકાલે વાવાઝોડા દરમિયાન ઘરમાં હતા અને ભારે પવન-વરસાદમાં તેનુ મકાન તૂટી પડતા એક રૂમ આખો ધરાશાયી થયેલ અને બીજા રૂમના પતરા ઉડી ગયેલ અને ત્રણેયએ અડધા તુટેલા સ્લેબ નીચે ખૂણામાં આશરો લઈને આખી રાત હેમખેમ વિતાવી હતી.

વિધવા મનીષાબેનનું વાવાઝોડામાં ઘર છીનવાઈ ગયુ છે અને ઘરમાં ગાદલા-ગોદડા, અનાજ બધુ પલળી જતા મોટી નુકસાની થઈ છે. મનીષાબેન તેના પતિના અવસાન બાદ પાણીપુરીની રેંકડી ચલાવીને ગુજરાન ચલાવે છે. મકાન પડી જતા આજીવિકાનું સાધન રેકડી પણ ભાંગી ગયેલ છે અને નિરાધાર બની ગયેલ છે.

મનીષાબેનના પતિ દીપકગિરીનું થોડાં વર્ષો પહેલાં અવસાન થયું હતું. પતિના અવસાન પછી મનીષાબેન પર બે બાળકોને મોટા કરવાની જવાબદારી આવી ગઇ હતી. આથી તેઓ કોઇ પાસે હાથ લાંબો કરવાને બદલે પાણીપૂરીની રેકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. મકાન પડી જતાં પાણીપૂરીની રેકડી પણ ભાંગીને ભુક્કો થઇ ગઇ છે, આથી આજીવિકાનું સાધન પણ ગુમાવતાં મનીષાબેનની ઉપર આકાશ અને નીચે ધરતી જેવી સ્થિતિ થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો