કોરોના વાયરસ: વુહાનમાં કેમ દર્દીઓને ડીનરમાં કાચબાનું માંસ પીરસાય છે? જાણો ચોંકાવનારી હકીકત

ચીનમાં મહામારીનું સ્વરૂપ લઇ ચૂકેલા કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. ખૂબ જ ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસના પ્રકોપના લીધે મૃતકોની સંખ્યા વધીને 722 થઇ ગઇ છે, જ્યારે કુલ 34546 લોકો તેનાથી સંક્રમિત થવાની પુષ્ટિ થઇ છે. આ બધાની વચ્ચે કોરોનાના જીવલેણ વાયરસનો ગઢ મનાતા વુહાનમાં દર્દીઓને તેની સામે લડવા માટે ખાવામાં કાચબાનું માંસ આપવામાં આવી રહ્યું છે. વુહાનની હોસ્પિટલના આ નિર્ણય પર ગંભીર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કારણ કે મનાય છે કે ચામાચીડિયાનું સૂપ પીવાથી કોરોનાનો વાયરસ માણસોમાં પહોંચ્યો.

ડેલીમેલના રિપોર્ટ પ્રમાણે હુબેઇ પ્રાંતની રાજધાની વુહાનની હોસ્પિટલોમાં અલગ-અલગ રાખવામાં આવેલા દર્દીઓને કાચબાનું માસ રાત્રે ખાવામાં પીરસાય છે. ચીની મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક વ્યક્તિએ દાવો કર્યો કે આજે ખાવામાં નરમ કવચવાળા કાચબાનું માંસ પણ આપ્યું. ચીનના પરંપરાગત ચિકિત્સા વિજ્ઞાનમાં કાચબાના માંસને પોષક તત્વોથી ભરપૂર મનાય છે.

ચીની લોકોનું માનવું છે કે તેમના દેશમાં ઉછરેલા કાચબા પ્રોટીનથી ભરેલું હોય છે અને તેનાથી બીમાર લોકો ઝડપથી સાજા થઇ જાય છે. આ કાચબાને જંગલ કે પ્રજનન કેન્દ્રોમાંથી લાવામાં આવે છે અને લિજ્જત શૂપ બનાવા માટે પાણીની અંદર નાંખે છે. ચીની મીડિયામાં કાચબાનો સૂપવાળો આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે જેને કોરોના વાયરસમાંથી છુટકારો મેળવવા માટે અસ્થાયી હોસ્પિટલમાં શુટ કરાયો હતો.

આ વીડિયોમાં એક મહિલા દર્દી એમ કહેતી દેખાય છે કે ભાઇઓ અને બહેનો તમે અગ્રીમ મોરચા પર લડાઇ લડી રહ્યા છો અને અમે પણ તમારી સાથે અગ્રીમ મોરચા પર સંઘર્ષ કરી રહ્યા છીએ. આ વીડિયોમાં એક દર્દી કહે છે કે આજના અમારા જમવામાં કાચબાનું નરમ ખોલવાળું માંસ સામેલ છે. આ દર્દીને હોસ્પિટલમાં ચંપલ, ટુવાલ , દંતમંજન અને ટોઇલેટ પેપર આપવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે ચીનના એક વૈજ્ઞાનિકે કોરોના વાયરસના વ્યક્તિઓમાં પ્રવેશે લઇ અલગ જ દાવો કર્યો છે.

ચામાચીડિયાથી નહીં પેંગોલિનથી ફેલાયો કોરોના

ચીની વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે કોરોના વાયરસ ચામાચીડિયા કે સાપના ખાવાથી વ્યક્તિઓમાં પહોંચ્યો નથી પરંતુ તેની પાછળ પેંગોલિન (કીડીખાઉ) છે. સાઉથ ચાઇના એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રિસર્ચકર્તાઓએ કહ્યું કે પેંગોલિનના લીધે વ્યક્તિઓમાં કોરોના વાયરસ પહોંચ્યો. અંદાજે 1000 જંગલી પ્રાણીઓના નમૂનાઓની તપાસ બાદ ચીની રિસર્ચકર્તાએ દાવો કર્યો કે જીનોમ સિક્વેંસના આધાર પર જોઇએ તો કોરોના વાયરસ પેંગોલિનથી 99 ટકા મળતો આવે છે. તેમણે કહ્યું કે પેંગોલિનથી આ વાયરસ ચામાચીડિયા અને ચામાચીડિયાથી આ વાયરસ વ્યક્તિઓમાં પહોંચ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો