સડક કિનારે શાકભાજી વેચવાની સાથે ભણી રહ્યો છે બાળક, IAS અધિકારીએ કહ્યા જબરદસ્ત શબ્દો, પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ

સોશિયલ મીડિયામાં આજકાલ ઘણા ફોટો અને વિડિયો વાયરલ થતાં હોય છે પરંતુ અમુક એવા પણ હોય છે જેનાથી લોકોને પ્રેરણા મળે. ખરેખર, હમણાં એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળક રસ્તાની બાજુમાં શાકભાજી વેચી રહ્યો છે અને સાથે જ તેનો અભ્યાસ પણ કરી રહ્યો છે.

ઘણી વખત આવી કેટલીક બાબતો આપણી નજર સામે આવે છે, તે જોતા કે આપણે પણ પ્રેરણા લઈ શકીએ. તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવો જ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જે ખરેખર લોકોને મહેનતનું મહત્વ સમજાવશે. આ ફોટો એક IAS અધિકારી ઓમ પ્રકાશ ચતુર્વેદીએ શેર કર્યો છે. ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, “હો કહીં ભી, પર આગ જલની ચાહીએ” ફોટામાં દેખાતા બાળકનું નામ પુષ્પેન્દ્ર સાહુ છે, જે 7 માં વર્ગમાં ભણે છે.

આ ફોટો પર અત્યાર સુધીમાં 28 હજારથી વધુ લાઈક્સ આવી ચુકી છે. લોકો આ બાળકની ભારે પ્રશંસા કરી રહ્યાં છે અને ફોટો પર ઘણી કોમેન્ટ્સ પણ આવે છે. બાળકના જુસ્સા અને મહેનતને જોઇને લોકો લખી રહ્યા છે કે આ બાળક મોટા થઈને એક અધિકારી બનશે અને તેના પરિવારનું નામ રોશન કરશે. તે જ સમયે, કેટલાક લોકો સરકારની નીતિઓ પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે બાળકને ભણતરની સાથે આવું કામ કરવા માટે મજબૂર બનવું પડ્યો.

મહત્વનું છે કે હાલમાં ભારતમાં આમ પણ કોરોનાના લીધે ઘણા રાજ્યોમાં એક લાંબા અંતરાલ પછી હવે શાળાઓ ખૂલી રહી છે, જેમાં વિદ્યાર્થીઓને તેમના માતા પિતા દ્વારા સંમતિ પત્ર લાવવાનું કહેવામાં આવે છે, જો કે જે ગરીબ બાળકોના માતા પિતા દૈનિક મજૂરી કે શ્રમ કાર્ય કરીને પોતાનું પેટિયું રળે છે, તેમના બાળકોને પૂરતું શિક્ષણ મળી શકે તેવા પગલાંની હજુ પણ દેશમાં અછત છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો