રાજકોટમાં ઓનર કિલિંગ: ઉપલેટામાં પતિ-પત્નીને જાહેરમાં રહેશી નાખ્યા, યુવક-યુવતીએ ભાગીને કર્યા હતા લગ્ન

રાજકોટના ઉપલેટામાં ડબલ મર્ડરની ઘટના બની છે. જેમાં યુવક અને યુવતીની હત્યા કરવામાં આવી છે. તેમાં યુવતીના પિતા અને ભાઈએ જ હત્યા કરી છે. જેમાં છરી અને પાઈપ વડે હુમલો કરી હત્યા નીપજાવી છે. જેમાં થોડા મહિના પહેલા યુવક-યુવતીએ ભાગીને લગ્ન કર્યા હતા. તેમાં હવે પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બંને આરોપીને પકડવા માટે તપાસ શરૂ
રાજકોટ જીલ્લાના ઉપલેટામાં સવારે યુવક અને યુવતી સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. જેમાં યુવક અને યુવતીએ છ મહિના પહેલા લગ્ન કરેલા હતા. જે યુવતીના પિતા અને ભાઈને પસંદ ન હોય વારંવાર નાના-મોટા ઝઘડા ચાલતા હતા. યુવક અને યુવતી હોસ્પિટલ સારવાર અર્થે જતા હતા ત્યારે યુવતીના પિતા અને ભાઈ દ્વારા છરી તથા પાઇપ વડે હુમલો કરી અને હત્યા નીપજાવી હતી. હાલ પોલીસ દ્વારા બંને આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

અનિલ અને હિનાનો મૃતદેહ ઘટનાસ્થળે જોવા મળ્યો
ઉપલેટામાં આજે સવારે 11 વાગ્યાની આસપાસ ઓનર કિલિંગ કરવામાં આવ્યું છે. સગાભાઈએ જ છ મહિના પહેલા લગ્ન કરનારી બહેન અને તેના પતિને છરીથી જાહેરમાં રહેંસી નાંખ્યા છે. યુવતીએ 6 મહિના પહેલાં પ્રેમલગ્ન કરતાં ભાઈએ આ બાબતનો ખાર રાખ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ, ઉપલેટાની જિગરિયા મસ્જિદ અને સતીમાની ડેરી વચ્ચે ખીરસરા ગામના અનિલ મનસુખભાઈ મહિડા (ઉં.વ.22) અને અરણી ગામની હિના સોમજીભાઈ સિંગરખિયા (ઉં.વ.18)ને હીનાના ભાઈ સુનીલે છરીના આડેધડ ઘા મારી સરાજાહેર પતાવી દીધાં હતાં. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અનિલ અને હિનાનો મૃતદેહ ઘટનાસ્થળે જોવા મળ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આરોપી સુનીલને પકડવા શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો