પ્રેમ લગ્નથી નારાજ પિતાએ પુત્રીને જન્મદિવસના બહાને ઘરે બોલાવી, હત્યા કરી લાશને નહેરમાં ફેંકી દીધી

હરિયાણાના (haryana news) સોનીપતમાં એક હત્યાનો હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પિતા પોતાની પુત્રીના પ્રેમ લગ્નથી (Daughter love marriage) એટલો બધો નારાજ હતો કે તેણે પોતાની પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી (father killed daughter) હતી. અને હત્યા બાદ લાશને મેરઠ પાસે નહેરમાં ફેંકી દીધી હતી. ભારે મહેનત બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ ભેગો કરી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ ઘટના રાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના મુકીમપુર ગામની છે. મોત પહેલા યુવતીનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે કહે છે કે જો તેનું મોત થાય તો તેના જવાબદાર તેના પિતા, ભાઈ અને તેમના દોસ્તો રહેશે. આ મામલામાં પોલીસે યુવતીના પિતાની ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેની નિશાનદેહી ઉપર લાશને ગંગનહેરમાં શોધવા લાગી છે. યુવતીના પતિએ તેના પિતા વિજયપાલ અને સંબંધી સહિત ચાર લોકો સામે અપહરણની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથધરી હતી. જેમાં તેણે કહ્યું કે જન્મદિવસ મનાવવાના બહાને તેને ઘરે બોલાવી હતી અને તે થોડે દૂર ઊભો રહ્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશન સામેથી જ તેની પત્નીનું અપહરણ કરીને લઈ ગયો હતો.

મુકીમપુર ગામમાં રહેનારી યુવતીએ વર્ષ 2020માં પડોશમાં રહેતા યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેએ પોતાના પરિવારજનો વિરદ્ધમાં જઈને ભાગીને લગ્ન કરી લીધા હતા. બંનેના ઘર ગામમાં પાસે પાસે હતા. બંનેનું ગોત્ર પણ એક જ છે. આના યુવતીના પરિજનો ઉપરાંત આંતિલ ખાપના લોકો પણ નારાજ હતા. લગ્ન બાદ બંને સંતાઈને રહેતા હતા.

શાદીના નારાજગીના પગલે યુવતીના પરિજનોએ બંનેને ખોટું બોલ્યા કે હવે તેઓ લગ્ન માટે માની ગયા છે. અને જૂની વાતોને ભૂલીને બંનેને ઘરે પાછા આવવા માટે કહ્યું હતું. પછી બંને સાવધાનીથી પરિવાર સાથે વાત કરતા હતા. યુવતીના પિતા વિજયપાલને છ જુલાઈએ પુત્રીને ફોન કરીને કહ્યું કે સાત જુલાઈએ તેનો જન્મ દિવસ છે તો બંને જન્મદિવસ મનાવવા માટે ઘરે આવી જાઓ. આ પ્રસંગે બધા મળીને મીઠાઈ ખાઈશું. જૂની વાતનો ભુલાવીને નવી શરુઆત કરીશું.

બંને વિજયપાલની વાતોમાં આવીને સાવધાની સાથે પિતાને ફોન ઉપર જાણ કરીને રોઈ પોલીસ સ્ટેશન સામે વિજયપાલ કારમાં નામજોગ આરોપીઓની સાથે આવીને પુત્રી કનિકાને છ જુલાઈએ બપોર લઈને ગયા હતા. આ સમયે યુવતીનો પતિ દેવપ્રકાશ તેમની નજરથી દૂર ઊભો હતો.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે પગલું ભર્યું નહીં. ત્યારબાદ 20 જુલાઈએ દેવપ્રકાશ ફરીથી પોલીસ સ્ટેશન જતો હતો. પોતાની પત્નીની હત્યા અને અપહરણ કર્યાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસ તપાસ શરુ કરી હતી. પોલીસે તપાસમાં યુવતીના પિતાની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. અને સમગ્ર ઘટનાનો ઘટશ્ફોટ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો