9 વર્ષના બાળકની ખુદ્દારી: બાપ જેલમાં, મા છોડીને જતી રહી.. છતાં પણ ક્યારેય માગીને ખાધું નથી કામ કરી પોતાનું અને પોતાના કુતરાનું પેટ ભરે છે

નાનાકડી ઉંમરમાં જ્યારે મુશ્કેલીઓનો પહાડ ટૂટી પડે છે, ત્યારે બાળપણ જવાબદારીઓના બોજા હેઠળ દબાઈને મરી જાય છે. આવી જ કંઈક વાત છે 9 વર્ષના અંકિતની તેને યાદ જ નથી કે પોતે ક્યાંથી આવે છે. પરંતુ તેને એટલું યાદ છે કે તેના પિતા જેલમાં છે અને માતાએ તેને આમ રસ્તા પર ઠોકરો ખાવા માટે રઝળતો મૂકી દીધો છે. પરંતુ 9 વર્ષનો બાળક ચાની દુકાને કામ કરે છે અન ફુગ્ગા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. રાતે ફૂટપાથ પર પોતાના એક માત્ર મિત્ર ડેની નામના ડોગી સાથે સુઈ રહે છે. આ કુતરું હંમેશા તેની સાથે રહે છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ પાછલા કેટલાક વર્ષોથી અંકિત આવી જ રીતે જીવન જીવે છે. તે દિવસભર જે કમાય છે તેનાથી ડેની અને પોતાનું પેટ ભરે છે. ચાની એક દુકાનના માલિકે કહ્યું કે જ્યારે અંકિત તેની દુકાનમાં કામ કરતો હતો ત્યારે તેનો કુતરો એક ખૂણામાં બેઠો રહેતો હતો. તેમણે કહ્યું કે અંકિત ક્યારેય ફ્રીમાં કંઈ જ નહોતો લેતો. તેમજ પોતાના કુતરા માટે પણ કોઈની પાસેથી દૂધ નહોતો માગતો.
જ્યારે થોડા દિવસો પહેલા કોઈએ બંધ દુકાન બહાર બાળક અને કુતરાને એક ધાબળો ઓઢીને સૂતા જોયા તો તેમમે આ ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી. પછી આ તસવીર સોશિયલ મીડિયામાં શેર કર. બસ પછી શું આ તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ. પછી સ્થાનિક સત્તવાળાઓએ બાળકની શોધ શરું કરી અને સોમવાર સવાર સુધીમાં આ બાળકને શોધી લીધો.

અંકિતની ઉંમર 9થી 10 વર્ષ હશે. જેને શોધી લાવવા માટે મુઝફ્ફરનગરના SSP અભિષેક યાદવે પોલીસની એક ટીમ મોકલી હતી. હવે આ બાળખ મુઝફ્ફરનગર પોલીસની દેખરેખમાં છે.

SSP અભિષેકે કહ્યું કે, ‘અમે તેના સંબંધીઓને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ માટે અંકિતની તસવીરો આસપાસના જિલ્લામાં મોકલવામાં આવી છે. અમે જિલ્લાના મહિલા અને બાળ કલ્યાણ વિભાગને પણ આ અંગે જાણકારી આપી છે.’ આ સાથે એસએચઓ અનિલ કાપરવાને કહ્યું કે હાલ અંકિત એક સ્થાનિક મહિલા શીલા દેવી સાથે રહે છે. અને પોલીસ એડમિનિસ્ટ્રેશનના કહ્યા બાદ એક પ્રાઈવેટ સ્કૂલ તેને મફતમાં ભણાવવા માટે પણ તૈયાર થઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો