પથરીની સમસ્યાથી છુટકારો મેળવવા અજમાવો આ ઘરેલુ ઉપાયો

પથરીનો દુખાવો તો જેને ઉપડે, તેને જ ખબર પડે. આ દુખાવો ઉપડે એટલે ભલભલાને મોત સામે દેખાવા લાગે. તેનો આકાર ભલે રેતીના દાણા જેટલો નાના હોય, પણ તેનો દુખાવો બહુ જ જબરદસ્ત છે. રોજિંદી લાઈફમાં અનેક લોકો પથરીના દર્દથી પીડાતા હોય છે. જે ફૂડમાં ઓક્સલેટની માત્રા વધુ હોય છે, તે યુરિનમાં રહેલા કેલ્શિયમમાંથી પથરી બનાવી દે છે. જો તમે પણ કિડનીની પથરીના દર્દથી પરેશાન છો, તો તમારા માટે આ હેલ્થ ટિપ્સ કામની છે. આ ઘરેલુ ઉપચારથી તમે કિડનીની પથરીથી છુટકારો મેળવી શકો છો…

પથરી એક એવી બીમારી છે જેમાં રોગીને અસહનીય પીડા સહન કરવી પડે છે. સામાન્ય રીતે પથરી દરેક વયના લોકોને થઈ શકે છે. તેમ છતાં પણ આ બીમારી મહિલાઓ કરતા પુરૂષોમાં વધુ તકલીફ આપનારી હોય છે.

પથરીના લક્ષણ

– સતત કબજિયાત કે ઝાડા થવા

– વોમિટિંગ સેન્સેશન

– થાક લાગવો

– પેટમાં તીવ્ર દુ:ખાવો થવો

– મૂત્ર સંબંધી સમસ્યા સાથે જ તાવ, કપકપી, પરસેવો આવવો

– યૂરિન સાથે દુઃખાવો થવો

– વારંવાર યૂરિન માટે જવું

– રોકાય રોકાયને યૂરિન આવવું

– રાત્રે વધુ યૂરિન આવવું

– મૂત્રમાં લોહી પણ આવી શકે છે

કારેલાંનો રસ કાઢી છાસની સાથે પીવાથી ગમે તેવી પથરી હોય મટી જાય છે.

પાલકનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.

જૂનો ગોળ અને હળદર છાસમાં મિક્સ કરીને પીવાથી પથરી ઓગળી જાય છે.

કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.

મેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે.

લીંબુના રસમાં સિંધાલૂણ મિક્સ કરી ઉભાં ઉભાં પીવાથી પથરી ઓગળી જાય છે.

નારિયેળ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને રોજ સવારે પીવાથી પથરીમાં આરામ મળે છે.

ડુંગળીના રસમાં ખાંડ મિક્સ કરીને શરબત બનાવીને પીવો. પથરી બહાર નીકળી જશે.

તૂરિયાની શાકભાજી

કિડનીની પથરી માટે તુરિયાનો ઉપયોગ
અનેક લોકોને તુરિયા પસંદ હોતા નથી. તુરિયાના વેલને ગાયનું દૂધ કે ઠંડા પાણીમાં ઘસીને સવારના સમયે પીઓ. તેનાથી પથરી તૂટવા લાગશે અને ધીરે ધીરે શરીરમાંથી નીકળતી જશે. આવું તમારે ત્રણ દિવસ કરવાનું રહેશે. તેના બાદ તમે દર્દમાં રાહત અનુભવશો. થોડા દિવસ બાદ આ દર્દ દૂર થયું હશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો