પેટમાં દુખાવો, માથાનો દુખાવો, શરદી અને કફ જેવી સમસ્યાઓ ચપટીમાં ભગાડશે આ અક્સીર ઈલાજ, જાણો અને શેર કરો

નાની-નાની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ડોક્ટર પાસે દોડી જવું અને દવાઓ ખાવી નુકસાનકારક હોય છે. જેથી અમે અવાર-નવાર તમને ઘરેલૂ ઈલાજ વિશે જણાવતા રહીએ છીએ. આ ઘેરલૂ ઈલાજ અસરકારક હોવાની સાથે ઉપયોગ કરવામાં પણ સરળ હોય છે અને નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આડઅસર વિના ફાયદો કરે છે. જેથી આજે અમે તમને આધાશીશી, કોલેરા, દમ, ગળા અને પેટના રોગો માટે સરળ ઉપચાર વિશે જણાવીશું. જેનો ઉપયોગ કરવાથી ઝડપી રાહત મળશે અને ડોક્ટર પાસે જવું નહીં પડે.

પેટમાં દુખાવો

અજમો ફાંકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો અજીર્ણ અને વાયુમાં તરત આરામ મળે છે.

અજમો અને મીઠું વાટીને તેની ફાંકી લેવાથી પેટનો દુખાવો મટે છે.
શેકેલાં જાયફળનું એક ગ્રામ ચુર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટમાં દુખાવો દૂર થાય છે.

જમ્યા પછી પેટમાં સતત દુખાવો રહેતો હોય તો સૂંઠ, તલ અને ગોળ સરખે ભાગે લઈ દૂધમાં નાંખી સવાર-સાંજ લેવાથી ફાયદો થાય છે.

આધાશીશી અને માથાનો દુખાવો

આદુનો રસ અને તુલસીનો રસ સૂંઘવાથી અને નાકમાં ટીપાં નાખવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.

હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપા નાખવાથી આધાશીશીમાં ફાયદો થાય છે.

સૂંઠને પાણીમાં ઘસી તેનો ઘસારો કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.
સૂરજ ઉગે તે પહેલા ગરમા ગરમ તાજી શુદ્ધ ઘીની જલેબી ખાવાથી અથવા કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી માથુ ઉતરે છે.

આમળાનું ચુર્ણ સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથાનો દુઃખાવો મટે છે.

એક કપ પાણીમાં એક ચમચી હળદર નાખી ઉકાળીને પીવાથી આધાશીશી મટે છે.

માથુ દુઃખતું હોય તો તુલસીના પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત જ માથુ ઉતરે છે.

નાળીયેરનું પાણી પીવાથી અથવા લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુઃખાવો મટે છે.

તાવ દૂર કરવા

તાવ આવે તો સૌથી પહેલાં 2 કપ પાણીમાં એક ટુકડો આદુ, અપટી હળદર, 4-5 કાળા મરીનો પાઉડર અને સહેજ ગોળ નાખીને ઉકાળીને ઉકાળો બનાવો. દિવસમાં 3-4 આ ઉકાળો પીવાથી તાવમાં તરત આરામ મળે છે.

રાતે 1 કપ પાણી 1 ચમચી મેથી દાણા પલાળી દો. સવારે પાણી ગાળીને તેમાં થોડાં ટીપાં લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો.

દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવો. આ સિવાય ડાયટમાં સૂપ, જ્યૂસ, કોફીને પણ સામેલ કરો.

લસણને ભોજનમાં અવશ્ય સામેલ કરો. આ સિવાય જેતૂનના તેલમાં લસણની 2 કળીઓ ગરમ કરીને આ તેલથી પગના તાળવા પર માલિશ કરો.

શરદી અને કફ

જો ખાંસી સતાવતી હોય તો એક ચમચી મધમાં થોડો મરીનો ભૂકો ભેળવી દિવસમાં બેથી ત્રણ વાર ચાટો. મધ કફને ઓગાળે છે. તેમાં એન્ટીબાયોટિક તત્વો છે, જે બેક્ટેરિયાનો સફાયો કરે છે.

જો ખૂબ શરદી હોય તો ભોજનમાં થોડાં લીલાં મરચાં સામેલ કરો. તીખું ખાવાથી જામેલો કફ પીગળે છે. લીલાં મરચાં ખાવાથી જે પસીનો આવે છે અને નાકમાંથી જે પાણી નીકળે છે, તે તમારી શરદીને શરીરની બહાર કાઢે છે.

લાંબા સમયની સૂકી ખાંસી માટે મધ એક ઉત્તમ ઔષધ છે. મધ એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ ધરાવતું હોવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શનને મટાડવામાં મદદરૂપ થાય છે.

ઉકળતા પાણીમાં થોડો અજમો અને થોડા તુલસીના પાન નાંખી થોડી વાર રહેવા દો. થોડું ઠંડુ થાય પછી આ પાણી નવશેકું જ પીઓ. શરદી-ખાંસીમાં ખૂબ રાહત થશે. અજમાનું ચૂર્ણ બનાવી તેને ગોળ સાથે મિક્સ કરીને પણ લઈ શકાય છે. દિવસમાં બે વાર એક ચમચી આ ચૂર્ણ લેવાથી બંધ નાક તરત ખૂલી જશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો