ઠંડીમાં ગળું સુકાય જાય છે? તો અપનાવો આ ઉપાય અને થઇ જાઓ ચિંતામુક્ત 

ઠંડીની સિઝનમાં ગળું સુકાવાની સમસ્યા સામાન્ય છે. જેને લોકો મામૂલી સમજીને ઇગ્નોર કરે છે, પરંતુ ઘણી વાર તે સંક્રમણનો સંકેત પણ હોય છે.

ઠંડીને કારણે ગળું સુકાવાની સમસ્યા વધુ જોવા મળે છે. તેનો યોગ્ય સમયે ઇલાજ થવો જરૂરી છે. ગળામાં દુખાવો, શરીરમાં પાણીની કમી, વાઇરસ ઇંફેક્શન, કોઇ એલર્જી, ખુલ્લા મોંથી શ્વાસ લેવાના કારણે ગળું સુકાવાની સમસ્યા થતી હોય છે. આ ઉપરાંત ગળું સુકાવાના કેટલાંક અન્ય કારણો પણ છે. મોનોન્યૂક્લિયોસિસ બીમારીને કારણે પણ ગળું સુકાવાની સમસ્યા થઇ શકે છે, આ બીમારી એક વ્યક્તિમાથી બીજી વ્યક્તિમાં ફેલાય છે.

ગળું સુકાવાનું કારણ એસિડ રિફ્લક્સ પણ હોઇ શકે છે. પેટમાં રહેલો એસિડ અન્નનળી સુધી પહોંચી જાય છે, તેથી ગળામાં બળતરા થાય છે. ટોન્સિલાઇટિસ સંક્રમણના કારણે પણ ગળું સુકાવાની સમસ્યા થઇ શકે છે.

ગળું સુકાવાના લીધે દુખાવો, સૂકી ખાંસી, ખાવાનું ખાવામાં પરેશાની, તાવ આવવો, શ્વાસ લેવામાં પરેશાની, માંસપેશીઓમાં કમજોરી, શરીરમાં દર્દ થવું થઇ શકે છે.

આ સમસ્યામાંથી બચવા માટે કેટલીક કાળજી લેવી જોઇએ

– તેનાથી બચવાનો સસ્તો ઉપાય એ છે કે ગરમ પાણી પીવું. શક્ય હોય તો દિવસભરમાં કમસે કમ એકથી બે ગ્લાસ ગરમ પાણી પીવું. જમ્યાની ૩૦ મિનિટ બાદ જ પાણી પીવો.

– મસાલેદાર ભોજન, ઓઇલી ફૂડ્સ, વધુ ચરબીવાળા આહાર અને કેફીનથી દૂર રહો. એવું ભોજન ખાવ જેનાથી પેટમાં એસિડ ન બને.

– ડાયટમાં લીલાં શાકભાજી, સૂપ, જ્યૂસ અને ફળ સામેલ કરો. વજનને કન્ટ્રોલમાં રાખો જેથી પેટ પર દબાણ ન આવે.

– એક સાથે ભરપેટ ખાવાના બદલે નાના નાના મિલ લો. તેના કારણે ભોજન સરળતાથી પચી જાય છે અને એસિડની સમસ્યા થતી નથી.

– ફિઝિકલ એક્ટિવિટી કરો, જેથી ભોજન પચી શકે. ભોજન બાદ સીધા સૂઇ ન જાવ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો