મસાની સમસ્યાથી કાયમ માટે છૂટકારો મેળવવા અજમાવો આ 15 દેશી ઉપાય

મસા શરીર ઉપર ક્યાંય પણ હોય સુંદરતામાં ગ્રહણ સમાન જ લાગે છે ખાસ કરીને ચહેરા ઉપર ઉપસી આવેલા મસા. મસા થવાનું મુખ્ય કારણ પેલીલોમા વાયરસ છે. ત્વચા ઉપર પેપીલોમા વાયરસ આવી જવાને લીધે નાના, બરછટ અને કઠોર પીંડ બને છે. જેને મસા કહેવામાં આવે છે.

જો તમે પણ મસાથી પરેશાન હોવ તો ત્વચા ઉપર આ વગર બોલાવેલા મહેમાનથી રાહત મેળવવા માગતા હોવ તો આ જે અમે તેને કાયમ માટે દૂર કરવાથી કેટલીક દેશી અને ઘરેલૂ પદ્ધતિ બતાવીશું. જે અપનાવી આસાનથી તમે મસાને દૂર કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જાણો ચહેરા કે શરીરના અન્ય ભાગો પરના મસાને દૂર કરવાના ઉપાય

-બેકિંગ સોડા અને એરંડીનું તેલ સરખી માત્રામાં મેળવીને ઉપયોગ કરવાથી મસા ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે.

-વડના પાનનો રસ મસાનો ઉપચાર કરવા માટે ખૂબ જ અસરદાર હોય છે. તેના રસને ત્વચા ઉપર લગાવવાથી ત્વચા સૌમ્ય થઈ જાય છે અને મસા આપમેળે જ પડી જાય છે.

-બટાકાને છોલીને તેની ફાંકને મસા ઉપર રગડવાથી મસા ગાયબ થઈ જાય છે.

-લીલા ધાણાને પીસીને તેનું પેસ્ટ બનાવી લો અને તેને રોજ મસા ઉપર લગાવો.

-તાજા અંજીરને મસળીને તેની થોડી માત્રા મસા ઉપર લગાવો. 30 મિનિટ સુધી લગાવીને રહેવા દો. પછી નવશેકા પાણીથી ધોઈ લો. મસા દૂર થઈ જશે.

-કાચ લસણ મસા ઉપર લગાવીને તેની ઉપર પટ્ટી બાધી એક અઠવાડિયા સુધી રહેવા દો. એક અઠવાડિયા પછી પટ્ટી ખોલીશો તો તમે જોશો કે મસો ગાયબ થઈ ગયો છે.

-એક ડુંગળીનો રસ કાઢો. આ રસને નિયમિત રીતે દિવસમાં એકવાર મસા ઉપર લગાવો. તેના ઉપાયથી મસાની સમસ્યા દૂર થઈ જાય છે.

-ખાટ્ટા સફરજનનો જ્યૂસ કાઢો. દિવસમાં એકથી ત્રણવાર મસા ઉપર લગાવો. મસા ધીરેધીરે ખરવા લાગશે.

-ચહેરાને સારી રીતે ધોઈ લો અને કોટનને સિરકા(વિનેગર)માં ભિંજવીને તલ-મસા ઉપર લગાવો. દસ મિનિટ પછી ગરમ પાણીથી ચહેરો ધોઈ લો. થોડા દિવસમાં જ મસા ગાયબ થઈ જશે.

-મસાથી ઝડપથી છુટકારો મેળવવા માટે તમે એલોવેરાના જેલનો પણ ઉપયોગ કરી શકે છે.

-તાજો મોસંબીનો રસ મસા ઉપર લગાવો. એક દિવસમાં 3 કે ચાર વાર લગાવો, મસા ગાયબ થઈ જશે.

-કેળાની છાલને અંદર તરફથી મસા ઉપર રાખીને એક પટ્ટીથી બાંધી લો. એમ દિવસમાં બે વાર કરો અને લગાતાર કરતા રહો. જ્યાં સુધી મસા દૂર ન થાય ત્યાં સુધી કરો.

-મસા ઉપર નિયમિત રીતે ડુંગળી મસળવાથી પણ મસા ગાયબ થઈ જાય છે.

-થોરનું દૂધ કે કાર્બોલિક એસિડ સાવધાનીપૂર્વક લગાવવાથી મસા દૂર થઈ જાય છે.

-એરંડીનું તેલ નિયમિત રીતે મસા ઉપર લગાવો. તેનાથી મસા નરમ પડી જશ અન ધીરે ધીરે ગાયબ પણ થઈ જશે.

-એરંડીના તેલની જગ્યાએ કપૂરના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

નોટ – આ મસા દૂર કરવા માટે આપવામાં આવેલ ઉપાયોનો ઉપયોગ કરતા પહેલા એક વાર તમારી ત્વચા પર પેચ ટેસ્ટ જરૂરથી કરી લો. કારણકે ઘણા લોકોને કેટલીક વસ્તુઓથી એલર્જી હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો