મોમાં વારંવાર ચાંદા પડી જતા હોય તો આ ઘરેલું ઉપચારથી મળશે છુટકારો. જાણો અને શેર કરો

ઘણાં લોકોને ગરમીના કારણે અથવા કબજીયાત રહેવાને કારણે મોઢામાં ચાંદા કે ચાંદી પડે છે, ઘણી વખત પાન-મસાલા ખાનારને પણ મોઢામાં ચાંદી કે ફોલ્લી થવાની સમસ્યા રહે છે. મોઢામાં ચાંદા પડી જવાથી ખાવા-પીવામાં તકલીફ થાય છે. મોટાભાગે આ ચાંદા ગાલની અંદર થાય છે. જેથી આજે અમે તમને મોઢામાં થતાં ચાંદાનો કાયમી ઘરેલૂ ઈલાજ જણાવીશું.

મોંમાં ચાંદા પડવાના કારણો

  • ઘણી વખત શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપથી મોંમાં ચાંદા થઈ જાય છે.
  • કેટલીક વખત ડેન્ટલ ટ્રીટમેન્ટ દરમિયાન કોઇ ઇજાના કારણે મોંમાં ચાંદા પડી જાય છે.
  • મોંની યોગ્ય સફાઈ ન રાખવાથી મોંમાં વારંવાર ચાંદા પડે છે.
  • પાન-મસાલા, ગુટખા ખાવાથી ચાંદા પડે છે.
  • વધુ પ્રમાણમાં ગરમ તાસીરનો ખોરાક ખાવાથી, કબજિયાતથી કે અમુક પ્રકારની હેવી દવાઓ ખાવાથી પણ મોંમાં ચાંદા પડે છે.
  • પેટમાં ગરબડ રહેતી હોય તો વારંવાર ચાંદા પડે છે.
  • આ સિવાય કાયમ ચાંદા રહેતા હોય તો ડોક્ટરને બતાવવું, કારણ કે તે કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે.
  • એલર્જી, હોર્મોન્સમાં ફેરફાર, પેટમાં ઈન્ફેકશન જેવા કારણોથી પણ ચાંદા પડે છે.

મોંનાં ચાંદા દૂર કરવાના બેસ્ટ ઘરગથ્થુ ઈલાજ

  • જેઠી મધનું ચૂર્ણ ચાવવું.
  • જીર્ણજવર કે કબજિયાત હોય તો તેના ઈલાજ કરવો. દાડમની લીલી કે સૂકી છાલ મોંમાં રાખવાથી મોંનાં ચાંદાં મટે છે. ઉધરસમાં પણ લાભ કરે છે.  મોંમાં કેટલીક વખત મધ રાખી કોગળા કરવાથી કે મધ અને પાણી એકત્ર કરી કોગળા કરવાથી મોંમાં પડેલાં ચાંદાં મટે છે.
  • મોં આવી ગયું હોય, મોંમાં ચાંદાં પડ્યાં હોય, કંઈ ખાતાં મોંમાં બળતરા થતી હોય તો વડની છાલનો ઉકાળો મોંમાં રાખી મૂકવાથી ફાયદો થાય છે.
  • ચમેલીનાં પાન, મજીઠ, દારુહળદર, સોપારી, ખીજડાની છાલ, આમળાં અને જેઠી મધ સરખા ભાગે અધકચરાં ખાંડી બે ચમચી ભૂકો બે ગ્લાસ પાણીમાં ઉકાળી એક કપ બાકી રહે ત્યારે ઉતારી ગાળીને ઠંડું પાડી મોંમાં થોડી વાર ભરી રાખવું. દિવસમાં બેથી ત્રણ વાર આમ કરવાથી મોંનાં ચાંદાં, દુખાવો, મુખપાક તેમજ પેઢાંનો સોજો પણ દૂર થાય છે.
  • એકલાં ચમેલીનાં પાન પણ થોડી વાર ચાવવાથી મોંનાં ચાદાં મટે છે.
  • જેઠી મધ, શતાવરી, આમળાં અને ખડી સાકર સરખા વજને લઈ ખૂબ ખાંડી બારીક ચૂર્ણ બનાવવું. એકથી દોઢ ચમચી જેટલું ચૂર્ણ સવારે અને રાત્રે એક ગ્લાસ દૂધ સાથે નિયમિત લેવું. તેનાથી તરત જ આરામ મળશે.
  • મોંમાં ચાંદાં સાથે પેટમાં બળતરા થતી હોય તો ખાટા, ખારા, તીખા, તળેલા, ગરમ, તીક્ષ્ણ ગુણવાળા આહાર-વિહારનો ત્યાગ કરવો.
  • એકથી બે મહિના આ ઉપચાર કરવો. એનાથી અમલપિત્ત, અલ્સર, આંતરડાં અને યોનિનાં ચાંદાં પણ મટે છે.
  • અક્કલગરો, જેઠી મધ અને કાથાનું સમાન ભાગે બનાવેલું ચૂર્ણ લગાવવાથી મોંમાં પડેલાં ચાંદાં મટે છે તથા બેસી ગયેલો અવાજ સુધરે છે.
  • ફટકડીના પાણીના કોગળા કરવાથી મોંનાં ચાંદાં રુઝાય છે. બાવળની છાલ મોંમાં રાખી ચાવ્યા કરવાથી મોંનાં ચાંદાં મટે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો