જો તમારા બાળકોને પથારી ભીની કરવાની આદત હોય તો અપનાવો આ ઉપચાર અચૂક થશે ફાયદો

જયારે એક સ્ત્રી માતા બને છે, ત્યારે તેને ઘણી વાતો માટે તૈયાર થવું પડે છે; જેમ કે રાતના જાગવું. કારણ કે બાળકને ક્યારે ભૂખ લાગે છે, ક્યારે તેનું ડાયપર બદલવું- આના માટે રાતના વચ્ચે-વચ્ચે જાગવું પડે છે. વાત કરીએ બાળકના પથારીમાં પેશાબ કરવાની તો એ ૪થી ૫ વર્ષની ઉંમર સુધી પથારીમાં પેશાબ (urin in bed) કરે છે. પછી ધીરે-ધીરે ઉમર વધવાની સાથે એની આ આદત ઓછી થતી જાય છે.

પરંતુ આના વચ્ચે અમુક બાળકો એવા હોય છે જે મોટા થયા પછી પણ આ આદત છોડી નથી શકતા. ઘણીવાર અમુક એવા પણ બાળકો જોવા મળ્યા છે જેને ૧૫ વર્ષની ઉંમરમાં પણ પથારીમાં પેશાબ કરવાની આદત હોય છે. આ સમસ્યાનો જો યોગ્ય સમયે ઈલાજ ન થયો તો તે આગળ જઈને મુસીબત થઇ શકે છે. જો તમારા બાળકને પણ આવી જ કોઈ સમસ્યા હોય તો તમે તેને ગંભીરતાથી લેવાનું શરુ કરી દયો.

એક સંશોધનમાં જોવા મળ્યું છે કે સૌથી વધારે પથારી ભીની કરવાની સમસ્યા છોકરાઓને હોય છે. ખાસ કરીને, ભર ઊંઘમાં સુતા હોય ત્યારે. આ એક એવી સમસ્યા છે જેની અસર ખાલી શરીર પર જ નહિ પણ બાળકના માનસિક વિકાસ ઉપર પણ થાય છે. અજાણતા પથારીમાં પેશાબ થવાથી બાળકનો આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે.

એવામાં માતા-પિતા હોવાથી તમારો ફરજ છે કે તમે બાળકનો હોંસલો વધારો. તો આજે અમે આ લેખન એ બધા માતા-પિતા માટે લઈને આવ્યા છીએ જેના બાળકોને અજાણતા સુતા સમયે પથારી ભીની કરવાની આદત છે. અમે તમને જણાવીએ કે કેવી રીતે તમે સહેલાઈથી બાળકની આ સમસ્યા દૂર કરી શકો છો.

મધનો ઉપયોગ (Honey)
મધ એવી વસ્તુ છે જેને દરેક બાળકો શોખથી ખાય છે. મધનો ઉપયોગ બાળકના પથારી ભીની કરવાની સમસ્યા માટે પણ કરી શકો છો. આના માટે તમે રાતના સુતા વખતે એક ચમચી મધ પોતાના બાળકને ખવડાવો અથવા તો સવારના સમયે તમે એક ગ્લાસ નવશેકું પાણીમાં એક ચમચી મધ નાખીને ખાવા માટે આપો.

બ્લેડર (મૂત્રાશય) ટ્રેનિંગ
તમે બાળકને બ્લેડરનું પરીક્ષણ કરાવો. એના માટે બાળકોને દિવસના સમયે વધારે પ્રવાહી પદાર્થ આપો અને થોડા દિવસ સુધી પેશાબ કરવા વચ્ચેનો સમય વધારવો જોઈએ. આમ કરવાથી પણ રાતના પથારી ભીની કરવાની સમસ્યા દૂર થશે.

નીંદરમાંથી ઉઠાડી પેશાબ કરાવો
તમે એક કામ હજુ કરી શકો છો, અને તે એ છે કે તમે બાળકને રાતના નીંદરમાંથી ઉઠાડીને પેશાબ કરાવો. આનાથી તેનું બ્લેડર ખાલી રહેશે અને તે પથારી ભીની નહિ કરે.

સરસોનો ઉપયોગ
તમે બાળક માટે સરસોના દાણાનો પણ ઉપયોગ કરી શકો છો. આના માટે તમે સરસો ના દાણાનો પાવડર કરીને નવશેકું દૂધમાં એક ચમચી પાવડર નાખીને સુવાના એક કલાક પેહલા પીવા માટે આપો. થોડા દિવસ આમ કરવાથી તમને આપમેળે ફરક નજર આવશે.

આમળા
આયુર્વેદમાં આમળાને અન્ય રોગો માટે રામબાણ માનવામાં આવે છે. તમે આનો ઉપયોગ બાળકોમાં થઇ રહેલી આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ કરી શકો છો. આના માટે તમે આમળાનો ગુંદામાં કાળા મરીનો પાવડર નાખીને થોડું-થોડું ખવડાવો પરંતુ ધ્યાન રાખો કે કાળા મરી એટલા જ ભેળવો જેટલું તમારું બાળક ખાઈ શકે. આના સિવાય તમે આમળાના ગુંદામાં થોડી હળદર અને મધ નાખીને બાળકને ખવડાવી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો