શું તમારુ નાક વારંવાર બંધ થઈ જાય છે? તો અપનાવો આ ઘરેલૂ ઉપાય તરત જ મળશે રાહત

શિયાળામાં ઘણા લોકોને ગળા, નાક અને મોંઢા સંબંધિત સમસ્યાઓ થઈ જાય છે. સૌથી મોટી પ્રોબ્લેમ તો ત્યારે થાય છે જ્યારે નાક બંધ થઈ જાય છે. જે કારણે શ્વાસ લેવામાં સમસ્યા અનુભવાય છે. સાથે જ જમવામાં પણ સમસ્યાનો સામનો કરવાો પડે છે. આ તમામ પ્રૉબ્લેમ્સને દૂર કરવા માટે ઘણાં ઘરેલૂ ઉપચાર ઘણો જ મહત્વનો રોલ પ્લે કરે છે. આવો જાણીએ આવા જ કેટલાંક ઉપાયો વિશે.

બાફ લો

જો તમારું નાક બંધ હોય તો બાફ લેવાનું ન ભૂલો. આવું કરવાથી બંધ નાક જલ્દી જ ખુલી જાય છે અને આ શરીર માટે પણ ફાયદાકારક હોય છે. બાફ લેવા માટે એક પાત્રમાં પાણી લઈને ગરમ કરી લો. પાણી જ્યારે ગરમ ધઈ જાય તો ત્યારે તેમાં બે ચપટી સેંધવ મીઠું અને પાંચ ટીપાં લવીંગનું તેલ ભેળવી દો. ત્યારબાદ પોતાના માથાને કાપડથી ઢાંકીને બાફ લો. આવું કરવાથી ઝડપથી નાક ખુલી જશે.

વ્યાયામ કરો

વ્યાયામ બંધ નાક ખોલવા માટે ફાયદાકારક સાબિત થાય છે. વ્યાયામ કરવા માટે તમે નાક બંધ કરીને માથું પાછળ તરફ લઈ જાવ. આવું કરીને તમે થોડીવાર સુધી પોતાનું શ્વાસ રોકી લો. આ એક્સરસાઈઝ કરવાથી તમે સારું ફીલ કરશો. શ્વાસ પણ સરળતાથી લઈ શકાશે. આવું સળંગ 10 મિનિટ સુધી કરવાથી કલાકો સુધી તમારું નાક બંધ નહીં થાય.

નાળિયેરનું તેલ

નાળિયેરનું તેલ પણ બંધ નાકની સમસ્યામાં ફાયદાકારક સાબિત થાય છે. નાક અને નાકની અંદર નાળિયેરનું તેલ લગાવવાથી બંધ નાક ઝટપટ ખુલી જાય છે. નાળિયેરનું તેલ લગાવ્યા બાદ બંધ રુમમાં બેસવાથી વધુ લાભ થાય છે.

ગરમ પાણીનું સેવન

નાક ખોલવા માટે તેમજ ગળાની ખરાશની સમસ્યામાં ગરમ પાણી દ્વારા ફાયદો થાય છે. શિયાળાની સિઝનમાં અવારનવાર શરદી અને ગળાની સમસ્યા લોકોમાં સામાન્ય રીતે જોવા મળતી હોય છે. આ સમસ્યામાં પાણી થોડું ગરમ કરી લો. ડ્રોપર દ્વારા આ ગરમ પાણીના થોડાંક ડ્રોપ્સ નાકના છિદ્રોમાં નાખો. થોડીવાર બાદ માથાને આગળ નમાવી આ પાણીને બહાર કાઢી દો. આ સિવાય ગરમ પાણી પણ પી શકો છો. ઘણો ફાયદો મળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો