મોઢામાંથી આવતી ખરાબ વાસના કારણે શરમજનક પરિસ્થિતિમાં મુકાઇ જાઓ છો? તો આ ઘરેલુ ઉપચાર અપાવશે ફાયદો

કંઇ પણ ખાધા વગર તમારા મોઢામાંથી વાસ આવી રહી છે તો તમારા આસપાસના લોકો તેને નજરઅંદાજ નહી કરે અને તમે શરમમાં મુકાઇ જશો.

મોઢામાંથી ખરાબ વાસ આવે છે?

તમારા મોઢામાંથી દુર્ગંધ આવે છે તો તેને ઇગ્નોર ન કરશો. ઘણા લોકો ટેમ્પરરી ઇલાજ માટે માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરતા હોય છે પરંતુ તે પરમનન્ટ ઇલાજ નથી. જો આ સમસ્યા ઘણો સમય રહે તો તમારે ડૉક્ટર પાસે જઇને ઇલાજ કરાવવો પડે. જો તમે ઘરેલુ ઉપાય અપનાવવા ઇચ્છતા હોવ તો ડૉક્ટર પાસે જવાની જરૂર નથી.

લવિંગ અને ઇલાઇચીની પેસ્ટ બનાવો અને દાંતો પર માલિશ કરો બાદમાં કોગળા કરી લો.

સુકા ધાણા મોઢામાં રાખીને ચાવવાથી મોઢાની દુર્ગંધ દુર થાય છે.

અજમાને પલાળીને તેનું પાણી પીવો અથવા સામાન્ય સેકીને તેને ચાવવાથી દુર્ગંધથી છુટકારો મળે છે.

મેથીની ચા પીવાથી પણ ફાયદો થાય છે. મોઢામાં રહેલા બેક્ટેરિયા તેનાથી દુર થાય છે

એક ગ્લાસ પાણીમાં 2 ચમચી સફરજનનો સિરકો મિલાવીને કોગળા કરવાથી પણ રાહત થાય છે

તુલસીના પાન ચાવવાથી પણ રાહત થાય છે

રાત્રે સુતા પહેલા ફટકડીનો ટુકડો અડધા ગ્લાસમાં નાંખીને રાખો. 5 મિનીટ બાજ તેમાંથી ફટકડી કાઢી લો અને પાણીથી કોગળા કરી લો.

એક ગ્લાસ પાણીમાં થોડુ આદુ ઉકાળી લો અને તેને ઠંડુ કરી લો. તે જ પાણીથી દિવસમાં ત્રણ વાર કોગળા કરો.

સરસવના તચેલમાં મીઠુ એડ કરીને ગમ મસાજ કરો, જેનાથી મોઢુ સ્વસ્થ થશે અને દુર્ગંધ દુર થશે.

ગુલાબની તાજી પાંદડીઓને ચાવવાથી કે ગમ પર લગાવવાથી પાયોરીયાની બિમારી દુર થાય છે.

દાડમની છાલને પાણીમાં ઉકાળીને ચાવવા કે ચુસવાથી દુર્ગંધ દુર થશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો