ખરતા વાળની સમસ્યા માટે જાત જાતના ઉપચાર કરીને થાક્યા હોય તો કરો મીઠા લીમડાનો આ પ્રયોગ, ઈન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે

હેર ફૉલ એ ખરેખર પીડાદાયક સમસ્યા છે. નાની ઊંમરમાં વાળ ખરવા માંડે ત્યારે વ્યક્તિ હતાશામાં સરી પડે છે. તમારા વાળના મૂળિયા નબળા હોય ત્યારે હેર ફોલની સમસ્યા થાય છે. વાળને વિકસવા માટે સારુ વાતાવરણ નથી મળતુ. હેર ફૉલ માટે બીજા ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે.

હેરફૉલ કંટ્રોલ કરવા લોકો જાત જાતના શે્પૂ અને ઘરેલુ ઉપચાર કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે રસોઈમાં વપરાતો મીઠો લીમડો હેર ગ્રોથ માટે તમારી મદદ કરી શકે છે? કઢી પત્તા તરીકે ઓળખાતા મીઠા લીમડામાં વાળ ખરતા અટકાવવાની તાકાત રહેલી છે. આ વાળની સમસ્યાને નિપટવા માટેનો સાવ સસ્તો ઘરેલુ ઉપચાર છે. તેમાં રહેલા ગુણો વાળને વિકસવામાં મદદ કરે છે. તેમાં વિટામિન સી, ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ, નિકોટિન એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે. જાણો વાળ માટે મીઠા લીમડાનો કેવી રીતે ઉપયોગ કરી શકાય.

કોપરેલ અને કોકોનટ ઓઈલઃ

તમારા વાળ માટે કોકોનટ ઓઈલ ખૂબ જ ફાયદાકારક છે. તમે કોકોનટ ઓઈલ અને મીઠા લીમડાના ઉપયોગથી હેર ટોનિક બનાવી શકો છો. કોપરેલ લઈ તેમાં થોડા મીઠા લીમડાના પાન ઉંમેરો. બંનેને ગરમ કરો અને પાનમાંથી કાળો પદાર્થ નીકળે ત્યાં સુધી ગરમ થવા દો. તે ઠંડુ પડે એટલે સ્વચ્છ કંટેનરમાં ભરી દો. વાળમાં આ તેલનું બરાબર મસાજ કરો. તના મૂળિયાથી છેક સુધી તેલનું મસાજ કરો. થોડા કલાક રહેવા દો અને વાળ ધોઈ નાંખો. તમે વધારે માત્રામાં આ મિશ્રણ બનાવી ભવિષ્યમાં પણ ઉપયોગ કરી શકો છો.

મીઠો લીમડો, આમળા અને મેથીઃ

તમે વાળના સારા ગ્રોથ માટે એક સાદુ મિશ્રણ તૈયાર કરી શકો છો. આમળા અને મેથી બંને વાળ માટે સારા છે. તમે તેમાં મીઠો લીમડો ઉમેરીને હેર માસ્ક બનાવી શકો છો જે હેર ગ્રોથ વધારશે. બે ચમચી મેથીના દાણા લઈને તેને મિક્સરમાં પીસીને પાવડર બનાવી દો. 10-15 લીમડાના પાન લો, મેથીનો પાવડર ને 2 ચમચી આમળા પાવડર લો. ત્રણેયને સાથે પીસીને થોડુ પાણી ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળમાં લગાવી 30 મિનિટ રહેવા દો. પછીથી વાળ ધોઈ નાંખો.

મીઠો લીમડો અને દહીંઃ

તમે તાજા મીઠા લીમડાના પાનને ક્રશ કરીને દહીંમાં ઉમેરીને વાળમાં લગાવી શકો છો. થોડી વાર રહેવા દો અને પછી ધોઈ નાંખો.

વાળ સ્મૂધ બનાવવા માટેઃ

જો તમારા વાળ રફ થઈ ગયા હોય તો પણ મીઠો લીમડો તમારી મદદ કરી શકે છે. બે કપ પાણીમાં 10થી 15 મીઠા લીમડાના પાન નાંખો. તેમાં પાણી નાંખીને થોડી વાર ઉકાળો. શેમ્પૂથી વાળ ધોયા પછી તેને આ પાણીથી ફરી ધૂઓ. આમ કરવાથી વાળ એકદમ સિલ્કી અને સોફ્ટ થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો