દવા વગર શરદી મટાડવાના કેટલાક ઘરગથ્થું ઉપચાર વાંચો અને મિત્રો સાથે શેર કરો

સામાન્ય શરદી અને તાવ હોય તો એક કપ ગરમ દુધમાં એક નાની ચમચી હળદર નાખી દીવસમાં ત્રણેક વખત પીવાથી સારું થઈ જાય છે. ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે..

ગરમા ગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે.

ગરમા ગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે.

સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.

નાગરવેલનાં બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે.

રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.

આદુનો રસ અને મધ એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે.

રાઈને વાટી મધ સાથે મેળવીને ખાવાથી શરદી મટે છે.

ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.

અજમાને વાટી તેની પોટલી સૂંઘવાથી શરદી મટે છે.

ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે.

મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.

લીંબુના રસમાં આદુનું કચુંબર અને સિંધવ નાખી પીવાથી શરદી મટે છે.

પાણીમાં સૂંઠ નાખી ઉકાળીને પાણી પીવાથી શરદી મટે છે.

કાળા મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.

હળદરનો ધુમાડો સુંઘવાથી શરદી તરત જ મટે છે.

રાત્રે સુતી વખતે એક કાંદો ખાવાથી (ઉપર પાણી પીવું નહિ) શરદી મટે છે.

કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી શરદી મટે છે.

ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.

ફુદીનાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી પીનસ (સળેખમ) મટે છે.

લવિંગના તેલને રૂમાલમાં નાખી સૂંઘવાથી શરદી સળેખમ મટે છે.

સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી તેની ત્રણ-ચાર તોલા જેવડી ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે. વરસતા વરસાદમાં સતત પલળી કામ કરનાર માટે આ ઉપાય ખૂબ જ લાભદાયક છે. આનાથી શરીરની શક્તિ અને સ્‍ફૂ‍ર્તિ જળવાઈ રહે છે.

સૂંઠ, તેલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી, સળેખમ મટે છે.

સાકરનો બારીક પાઉડર છીંકણીની જેમ સૂંઘવાથી શરદી મટે છે.

તુલસીનાં પાનનો રસ ને આદુનો રસ મધ સાથે લેવાથી શરદી મટે છે.

તુલસીનાં પાનવાળી ચા પીવાથી શરદી, સળેખમ મટે છે.

તુલસી, સૂંઠ, કાળાં મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણ-ચાર વાર પીવાથી ગમે તેવી શરદી મટી જાય છે.

ગરમ પાણીમાં લસણનો રસ મેળવી કોગળા કરવાથી શરદી મટે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો