હિરલ પટેલના મોત મામલે આવ્યો ધ્રુજારી મુકનારો વળાંક, વોન્ટેડ પૂર્વ પતિ રાકેશની પણ મળી લાશ?

લગભગ એક અઠવાડિયા પહેલા કેનેડામાં 28 વર્ષીય ગુજરાતી યુવતી હિરલ પટેલની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં પરિવાર પર આભ ફાટી નીકળ્યું હતું. બોરસદના પામોલની વતની અને લગ્ન બાદ હાલ કેનેડામાં રહેતી લાડકવાયીની લાશ મળ્યાના સમાચાર સાંભળતાં જ માતા-પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા હતા. તો તેઓએ યુવતીની લાશ મળતાં સાસરીયાઓ સામે ગંભીર આરોપ લગાવ્યો છે. યુવતીનું મોત નથી થયું પણ સાસરીયાઓએ જ તેની હત્યા કરી છે આવું હિરલના પરિવારે કહ્યું હતું. હવે આ મામલે નવો જ વળાંક આવ્યો છે.

હવે વોન્ટેડ પૂર્વ પતિ રાકેશ પટેલની લાશ મળ્યાની પુરી શંકા સેવવામાં આવી રહી છે. કારણ કે ટોરેન્ટોના ઈટોબિકોકમાં એક શખ્સની લાશ મળી આવી છે. આ લાશ મૃતક હિરલ પટેલનો હત્યારો પતિ હોવાની પોલીસને આશંકા છે. રાકેશ પટેલ જે કારમાં ફરાર થયો હતો તે કાર પોલીસને હવે મળી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, રાકેશ પટેલ પત્ની હિરલની હત્યા કેસમાં વોન્ટેડ હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસે ધરપકડ વોરંટ ઈસ્યુ કરતાં હિરલના પતિ રાકેશે આપઘાત કર્યાની શંકા છે. ટોરેન્ટોના ઇટોબિકોકમાં એક માણસ મૃતદેહ મળી આવ્યો છે જેને 28 વર્ષીય હિરલ પટેલના કથિત હત્યારા તેના પૂર્વ પતિ રાકેશભાઇ પટેલની હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાકેશ પટેલ જે કાર લઇ ફરાર થયો હતો, તે કાર 23 ડીવીઝનની ટોરોન્ટો પોલીસને મળી આવી છે અને હવે અનેક રહસ્યો ખુલવાના પુરા એંધાણ છે.

પોલીસે આ મામલે જણાવ્યું કે, મૃત વ્યક્તિ આત્મહત્યાથી મૃત્યુ પામ્યો હતો. પરંતુ મૃત્યુનું અસલી કારણ શું છે એની પુષ્ટિ હજુ થઈ નથી. પરીક્ષણ કર્યા બાદ લાશ કોની છે અને શા માટે મૃત્યુ થયું એ બહાર નથી આવ્યું. પરંતુ આ લાશ હિરલના પતિની જ હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. રાકેશ પટેલ તેની પત્નીના મોત મામલે વોન્ટેડ હતો. પોલીસે તેના વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઇસ્યુ કર્યુ. જેનાથી ડરીને રાકેશે આત્મહત્યા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હિરલના મોતની ખબર સામે આવતાં જ તેના માતા પિતા અને કાકા સહિતનાં પરિવારે હિરલના મોત મામલે હત્યા હોવાની આશંકા વ્યક્ત કરીને તેના પૂર્વ પતિ સામે આ સંદર્ભે ગુનો નોંધી તપાસ કરવા માટેની માગણી કરી હતી. તેના માટે તેઓ બોરસદ પોલીસ સ્ટેશન પણ ગયા હતા. જો કે દેશ બહારનો ગુનો હોવાથી પોલીસ મદદ કરી શકે તેમ ન હોવાથી તેમણે આ બાબતે સાંસદ મિતેષ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. જેના બાદ તેમને ન્યાય મળશે તે માટે જરૂર પડ્યે વિદેશ મંત્રાલય દ્વારા તમામ પ્રકારની મદદ કરવાની સાંસદે ખાતરી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો