કપડવંજના મુવાડાના 110 વર્ષનાં હિરાબા તંદુરસ્ત જીવન જીવે છે. દરેક કામ કરે છે જાતે..

જેમણે રજવાડાના રાજ જોયા, અંગ્રેજોના દમન જોયા, ગાંધીજીની અહિંસક લડાઇ બાદ ભારતની આઝાદી જોઈ તેવા કપડવંજ તાલુકાના અગાટના મુવાડાના મુવાડામાં વસવાટ કરતાં હિરાબા માવલજી ગઢવી (ચારણ) 110 વર્ષની વયે પણ તંદુરસ્ત જીવન જીવે છે. તેમને નખમાં પણ રોગ નથી અને ક્યારેય દવા – ગોળી કે ઇન્જેકશન લીધાં નથી.

વહેલી સવારે પાંચ વાગે ઉઠી પશુઓને દોહવા અને નિરણ કરે

કપડવંજ તાલુકાના ભઇલાકુઇ ગ્રુપ ગ્રામ પંચાયતના તાબાનું રેવન્યુ વીલેજ અગાટના મુવાડા ખાતે ફક્ત 11 ઘરની કુલ 120ની વસતી છે. આ તમામ ગઢવી (ચારણ) છે. જે તમામ એક જ કુટુંબના છે અને 550 વીઘા જમીન આ અગીયાર કુટુંબો ધરાવે છે. હિરાબા 110 વર્ષની વયે પોતાનું નિત્યક્રમ જાતે કરે છે. વહેલી સવારે પાંચ વાગે ઉઠી પશુઓને દોહવા અને નિરણ કરે છે. જે તેમની દિનચર્યા શરૂઆતની છે. જોકે, હાલ તેઓ સફાઇ સહિત પોતાના કામ કોઇના પણ સહારા વગર કરી રહ્યાં છે.

તેઓ ઘરની દૂર એક કિલોમીટર દૂર આવેલા ખેતરમાં ચાલતા પણ જાય છે. તેવું જીવન જીવતા હિરાબા ગઢવીએ જણાવ્યું હતું કે, અમારા વડવાઓ મહેસાણા જિલ્લાના દેવરાસરણના છે. પરંતુ મારૂ પિયર બોરસદના વાલવોડ ગામે થાય છે. સંતાનમાં ચાર દિકરીઓ અને ચાર દિકરા છે. જેમાં સૌથી મોટી દિકરી રતુબહેન જે 85 વર્ષના છે અને દસક્રોઇ તાલુકાના ગત્રાડ ગામે રહે છે. દિકરાઓમાં ખેમરાજભાઈ, છગનભાઈ, બોણીદાસ, સામતભાઈ છે. મારા પુત્ર બોણીદાસને ડાયાબીટીસની દવા અને જંતુનાશક દવાની શોધ માટે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે એવોર્ડ પણ મળ્યો છે.

આ અંગે હિરાબાએ જણાવ્યું હતું કે, અગાટના મુવાડા ગાયકવાડી શાસન વખતનું ગામ છે. તાલુકાના લાલમાંડવાના લાલબાપુએ કવિપણામાં ભેટ આપ્યું હતું. તે જમાનામાં કપડવંજ તાલુકામાં ખડાલ સ્ટેટ, માંડવા સ્ટેટ, પુનાદરા સ્ટેટ એવા સ્ટેટ અસ્તીત્વ ધરાવતાં હતાં. તે સમયે બધી વસ્તુ ચોખ્ખી મળતી હતી. ભેળસેળનું નામ નહીં. પરંતુ આજે બધી વસ્તુમાં ભેળસેળ થતી જોઇ દુ:ખ થાય છે. આજે પણ સાત બાળકો અને તેમનો હર્યોભર્યો પરિવાર હયાત છે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!