પૂજા કરતી વખતે કાંડા પર લાલ દોરો શા માટે બાંધવામાં આવે છે? શું છે તેના વૈજ્ઞાનિક અને આયુર્વેદિક ફાયદા?

પૂજા-પાઠ કરતી વખતે હાથના કાંડા પર લાલ દોરો બાંધવાની પરંપરા છે. આ લાલ દોરોને મૌલી કે રક્ષાસૂત્ર કહેવામાં આવે છે. તેના વગર પૂજા પૂરી નથી માનવામાં આવતી. જ્યારે પણ કાંડા પર આદોરો બાંધવામાં આવે છે ત્યારે મંત્રોનો જાપ પણ કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે કાંડા પર મૌલી બાંધવાથી ધર્મ લાભની સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. જાણો આ પરંપરા સાથે જોડાયેલી ખાસ વાતો-

મૌલી બાંધવાથી દૂર થાય છે ત્રિદોષ-

> પં. શર્માના બતાવ્યા પ્રમાણે કાંડા પર મૌલી(નાડાસડી) જ્યાં બાંધવામાં આવે છે જ્યાંથી આયુર્વેના જાણકાર વૈદ્ય પલ્સ ચેક કરીને બીમારીની ભાળ મેળવે છે.

> આ જગ્યાએ મૌલી બાંધવાથી પલ્સ પર દબાણ થતું રહે છે અને આપણે ત્રિદોષથી બચી શકીએ છીએ.

> આ દોરાના દબાણથી ત્રિદોષ અર્થાત્ કફ, વાત અને પિત્તને લગતા ત્રણ પ્રકારની બીમારીઓ કંટ્રોલ થઈ શકે છે.

> કફ અર્થાત્ શરદી-ખાસી અને તાવ સાથે જોડાયેલી બીમારીઓ, વાત અર્થાત્ ગેસ, એસીડીટી સાથે જોડાયેલી બીમારીઓ અને પિત્ત અર્થાત્ ફોલ્લી-ફૂંસી, ચામડી સાથે જોડાયેલી બીમારીઓ. આ બધી બીમારીઓની તપાસ વૈદ્ય કાંડાની નસ પરથી કરે છે.

હાથના કાંડા પર બાંધવામાં આવેલ દોરો સ્વાસ્થ્ય માટે હોય છે ફાયદાકારક, તેનાથી કંટ્રોલ થઈ શકે છે ત્રણ પ્રકારની બીમારીઓ

પ્રાચીન સમયથી ચાલતી આવી છે આ પ્રથા-

મૌલીનો શાબ્દિક અર્થ છે સૌથી ઉપર, તેનો અર્થ માથાથી સાથે પણ છે. શંકર ભગવાનના માથા પર ચંદ્ર વિરાજમાન છે. એટલા માટે શિવજીએ ચંદ્રમૌલીશ્વર પણ કહેવામાં આવે છે. મૌલી બાંધવાની પ્રથા ત્યારથી શરૂ થઈ હતી જ્યારથી દાનવીર રાજા બલિની અમરતા માટે વામન ભગવાને તેમના કાંડા પર રક્ષા સૂત્ર બાંધ્યું હતું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો