અરવલ્લીના ભિલોડાના હિંમતપુર ગામનો શ્રીનગરમાં ફરજ બજાવતો આર્મી જવાન બીમારી સામે જંગ હાર્યો, વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા

ભિલોડા તાલુકાના હિંમતપુર ગામના અને શ્રીનગર આર્મીમાં ફરજ બજાવતા જવાનનું કેન્સરની બીમારીથી મોત નીપજ્યું હતું. આર્મી જવાનનો નશ્વરદેહ માદરે વતન પહોંચતા તેના પરિવારજનો અને પંથકમાં ભારે ગમગીની છવાઈ હતી. શનિવારે શહીદ જવાનની અંતિમક્રિયામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આર્મી જવાનના નશ્વરદેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

ભિલોડા તાલુકાના હિંમતપુર ગામના નટુભાઈ સુરામભાઇ ગામેતી દેશની સેવા માટે ભારતીય લશ્કરમાં જોડાયા હતા 16 વર્ષથી દેશના વિવિધ સ્થળોએ માં-ભોમની રક્ષા કરી ઋણ અદા કરી રહ્યા હતા. શ્રીનગરમાં ફરજ દરમિયાન આર્મી જવાનને કેન્સરની બીમારી થતા શ્રીનગરની સ્થાનિક લશ્કરી હોસ્પિટલ અને દિલ્હી લશ્કરી હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી હતી. હાલ આર્મી જવાનની અમદાવાદ લશ્કરી હોસ્પિટલમાં સઘન સારવાર આપવા છતાં દુશ્મનોને હરાવવા સજ્જ બનેલ નટુભાઈ ગામેતી જિંદગી સામેનો જંગ હારી જતા મોત નિપજતા આર્મી જવાનના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયું હતું. આર્મી જવાનના પાર્થિવદેહને તેમના માદરે વતન હિંમતપુર ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમક્રિયા કરવામાં આવી હતી.

16 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા નટુભાઈ ગામેતી નિવૃત્તિના બે મહિના પહેલા કેન્સરની બીમારીથી મોતને ભેટતા તેમના બે સંતાને પિતૃછાયા ગુમાવતા અને તેમના પત્નીએ આધાર ગુમાવતા ભારે આઘાતમાં સરી પડ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો