હિમાચલ પ્રદેશના કુલ્લુ માં 500 ફુટ ઊંડી ખીણમાં બસ પડી જતા 42 યાત્રિકોના મોત

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરૂવારે એક ખાનગી બસ 500 ફુટ ઊંડી ખાઈમાં ખાબકી છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 42 યાત્રિકોના મોત નિપજ્યાં છે. જ્યારે કે 37થી વધુ લોકો ગંભીર છે. પોલીસ અને તંત્ર દ્વારા રેસક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે. દુર્ઘટના કુલ્લુમાં બંજર વિસ્તારની પાસે ભેઉટ ટર્ન પાસે થઈ છે.

બસમાં 50થી વધુ યાત્રી સવાર હતા, 37ની હાલત ગંભીર.

કુલ્લુ એસપી શાલિની અગ્નિહોત્રીએ જણાવ્યું કે બસમાં લગભગ 50 યાત્રી સવાર હતા. બસ કુલ્લુથી ગાડાગુશેણી જઈ રહી હતી. એક વણાંક પાસે બસ લગભગ 500 ફુટ નીચે ખીણમાં પડી ગઈ હતી. જ્યાં દુર્ઘટના ઘટી ત્યાં નદી પણ છે. એવામાં રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. ઘાયલોની પીઠ પર મૂકીને બહાર લાવવામાં આવી રહ્યાં છે.

રિપોર્ટ મુજબ આ દુર્ઘટના લગભગ 4 વાગ્યે થઈ હતી. રસ્તાનો આ વણાંક ખતરનાક છે. જ્યાં બસને પાછળ લઈ ગયા બાદ જ ટર્ન મારી શકાય છે. ત્યારે આવા પ્રયાસ કરતાં બસ ખીણમાં પડી ગઈ. ખીણની પાસે નદી પણ છે. 48 સીટવાળી આ બસમાં લગભગ 60 લોકો સવાર હતા.

આ અકસ્માત એટલો ભીષણ હતો કે બસના કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં જે લોકો બચી ગયા તેમનું કહેવું છે કે, ભીષણ અકસ્માત થયો હોવા છતા અમે જીવીત છીએ. આ કોઇ ચમત્કારથી ઓછુ નથી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો