યુવતીએ નગ્ન થઈ વોટ્સએપ પર કર્યો વિડિયો કોલ, તો સરદારજીએ જબરદસ્ત પાઠ ભણાવ્યો

યુવતીએ પહેલા વોટ્સએપ પર વીડિયો કોલ કર્યો હતો. જેવો વ્યક્તિએ વિડિઓ કોલ ઉઠાવ્યો, તો બીજી તરફ એક છોકરી નગ્ન અવસ્થામાં બેઠી હતી. યુવતીએ તે વ્યક્તિને ઉત્તેજીત કરવાનું શરૂ કર્યું. યુવતીને નગ્ન અવસ્થામાં જોઇને તે વ્યક્તિ પણ હોશ ખોઈ ખોટી હરકતો કરવા લાગ્યો. યુવકને જાણ ન હતી કે, યુવતી તેના ફોન પર આ બધુ વીડિયો રેકોર્ડ કરી રહી છે. જેવો ફોન ડિસ્કનેક્ટ થયો તેની સાથે જ વીડિયો વોટ્સએપ પર પહોંચી ગયો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ જોઈને વ્યક્તિના હોશ ઉડી જાય છે. એટલામાં ફોન આવે છે કે, જો તમારે વીડિયોને વાયરલ થતો અટકાવવો હોય તો તેની કિંમત ચુકવવી પડશે. કઈંક આવું જ મંડી શહેરમાં તંબુનું કામ કરનાર સરદાર જી પમ્મી અરોરા સાથે પણ થયું. પરંતુ પમ્મી અરોરાએ હિંમત બતાવીને પૈસા આપવાની ના પાડી અને ઉલટાની યુવતીને ધમકાવી દીધી કે, તુ વીડિયો વાયરલ કર, પછી જો હું તને બતાવુંએ. ત્યારબાદ નથી યુવતીનો ફોન આવ્યો કે, ના કોઈ મેસેજ.

પમ્મીએ કહ્યું કે, મીડિયામાં આવવાનો તેમનો હેતુ એટલો જ છે કે, લોકો આવી છોકરીઓની જાળમાં ફસાઈ ન જાય. તેણે કહ્યું કે, તેના એક મિત્ર સાથે પણ આવું જ બન્યું હતું અને તેના કારણે તે હજી પણ આઘાતમાં છે.

પમ્મી કહે છે કે, તેને બદનામીનો કોઈ ડર નથી પરંતુ સંતોષ એ વાતનો છે કે, તેની સાથે બનેલી આ ઘટનાથી લોકો તેની શીખ લેશે અને આવી યુવતીની જાળમાં નહીં ફસાય. એસપી મંડી શાલિની અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં આવા કેટલાક કિસ્સા પોલીસના ધ્યાને પણ આવ્યા છે. તેમણે લોકોને જાગ્રત રહેવાની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું કે, લોકો પાસેથી પૈસા મેળવવાની આ એક નવી રીત છે, જેનાથી લોકોએ બચવાની જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો