હાઈવે પર મહિલાને લિફ્ટ આપી માનવતા દાખવવી યુવાનને ભારે પડી, ખુબસુરત મહિલા યુવાનને નર્મદા કેનાલ પાસે લઈ ગઈ, અને પછી….

હારીજ હાઈવે પરથી લિફટ આપવી એક વ્યાપારીને ભારે પડી હતી. જેમાં એક વ્યાપારી પોતાના સામાજીક કામે હારીજથી મહેસાણા તરફ જઈ રહયો હતો ત્યારે હારીજ હાઈવે પર આવેલ શબરી પ્લાઝા પાસે ઉભેલ એક મહિલાએ વ્યાપારીને ગાડી ઉભી રાખવા ઈસારો કરી લિફટ માંગી હતી. ત્યાર બાદ આગળ આવતી નર્મદાની મુખ્ય કેનાલથી તેને કેનાલની સાઈડમાં મુકી જવા વિનંતી કરી હતી.

ત્યારે વ્પાપારીએ આ મહિલાના કહયા પ્રમાણે માનવતાના ધોરણે મુકવા જતા કેનાલની સાઈડમાં ઉભેલ અન્ય એક ગાડીમાંથી કેટલાક ઈસમોએ ગાડી તરફ આવી મહિલા સાથે ફરે છે. અને ખોટા ધંધા કરે છે તેવી ધામકી આપી તેને પાછળ બેસાડી ગાડીનો કબ્જો લઈ લીધો અને ત્યાર બાદ શરૃ થયેલ ખેલ મોડી સાંજ સુધી ચાલ્યો અંતે ભોગ બનનાર વ્યાપારી પોતે કાલે રોકડા રૃપિયા આપી જશે તેવી વિનંતી કરતા આરોપી ઈસમોએ પહેલા મહિલા સાથે ગાડીમાં ખરાબ કામ કરતા ઝડાપાયાનો અને ત્યાર બાદ હુ કાલે રૃપિયા ચાર લાખ આપી જઈશ તેવા વિડીઓ બનાવી પૈસા લેવા છોડયો હતો. સમગ્ર ઘટનાથી ગભરાયેલ વ્પાપારીએ તેના મિત્રને આ ઘટનાથી પોતાને આત્મ હત્યા કરવી પડશે તેમ જણાવતા આખી ઘટના પારખી જનાર મિત્રએ હિંમત આપી ઘટનાની જાણ પોલીસને કરતા પાટણ જીલ્લા એલસીબીની ટીમે આપેલ સુચના મુજબ વારંવાર કોલ પર વાત કરી આરોપીઓને વ્યસ્ત રાખી તેમને ઝડપી પાડયા હતા. આમ એક મિત્રને પોતાની સાથે બનેલ તમામ હકિકતની વિગતે જાણ કરતા વ્યાપારી મોટી રકમની હની ટ્રેપનો ભોગ બનતા પહેલા બચી ગયો હતો.

ગત રોજ સાંજના સુમારે હારીજ હાઈવે પર આવેલ શબરી પ્લાઝા પાસે ઉભેલ એક આશરે ૩પ વર્ષની મહિલાએ બ્લયુ કલરની સાડી પહેરેલ હતી. તે મહિલાએ મહેસાણા તરફ જતા વહેપારી પાસે લીફટ માંગી ગાડીમાં બેઠી હતી. આગળ જતા કંબોઈ પાસે પસાર થતી નર્મદા મુખ્ય કેનાલથી કુરેજા બાજુ જતી કેનાલ તરફ મારે કામ હોઈ મુકી જવા વિતંની કરતા વહેપારીએ તેને કુરેજા તરફની કેનાલની સાઈડમાં ગાડી કરી તેને મુકવા જતો હતો ત્યારે અન્ય એક ગાડીમાં આવેલ ત્રણ ઈસમોએ ગાડીમાં બેસાડેલ મહિલા સાથે તું ખોટા ધંધા કરે છે. તેવા આક્ષેપો કરી વહેપારી સાથે જબરજસ્તી કરી ગાડીનો કબ્જો મેળવી લીધો.

ત્યાર બાદ તેને સામાજીક રીતે બદનામ કરવાની ઘમકી આપી આરોપીએએ રૃપિયા પ૦ લાખની માંગણી કરી હતી, વ્યાપારીને કલાકો સુધી પોતાના કબ્જામાં રાખી તેની પાસે પૈસા પડાવવાના અનેક તરીકા અપનાવ્યા જેમાં હવાલો કરાવવા પણ કહયુ હતુ. પરંતુ આવી કોઈ બાબતમાં નહિ ફાવતા આરોપીઓએ વ્યાપારીને રૃબરૃ પૈસા લેવા છોડવાનો નિર્ણય કર્યો જો કે તે દરમિયાન વહેપારી પાસે વધારે પૈસા પડાવવા પ્રયત્નો કર્યા હતા.

પરંતુ વેપારી પોતાની પાસે વધુ પૈસા નથી તેવી વાત ચીત કરતા છેલ્લે તેનો મહિલા સાથે પોતે ખરાબ ધંધા કરતા ઝડપાયો અને હવે આવા ધંધા નહિ કરે, તેમજ એકલા વહેપારીનો હુ કાલે રૃપિયા ચાર લાખ આપી જઈશ તેવા અલગ અલગ વિડીયો ઉતારી વિડીયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી તેને રૃપીયા લેવા માંટે છોડવામાં આવ્યો હતો.

માંડ જીવ બચ્યો હોય તેમ ગભરાઈ ગયેલ વેપારીએ આ તમામ હકિકત તેના મિત્રને કરતા મિત્રએ ગભરાયા વગર આ ઘટના હનીટ્રેપ છે. અને બચવા પોલીસની મદદ લેવા સલાહ આપતા બન્ને મિત્રોએ પોલીસને જાણ કરી હતી. પોલીસને તમામ હકિકત જણાવતા પોલીસ દ્વારા પહેલા આરોપીઓને ઝડપી પાડવા આરોપી સાથે સતત વાત કરવા અને વ્યસ્ત રાખવાની સલાહ મુજબ ભોગ બનનાર આરોપીએ ર૪ કલાકમાં ૧૦૦ થી વધુ કોલ એટેન કરી આરોપીઓને સતત પોતે રૃપીયાની વ્યવસ્થા કરી રહયા હોવાની વાત કરી હતી.

જે સમયે સક્રિય થયેલ પાટણ જીલ્લ પોલીસની ટીમે સમગ્ર હકીકત પામી તપાસની કામગીરી કરતા જીલ્લા એલસીબીની ટીમે આ સમગ્ર ઘટનમાં કુલ ચાર પુરૃષ અને એક મહિલા આરોપીની ઓળખ કરી લીધી હતી. જેઓને પકડી પાડવા ચારે તરફ ટીમો દોડાવવમાં આવી. બીજી તરફ હારીજ ખાતે આવી ભોગ બનનાર વ્યાપારીએ તેની સાથે બનેલ ઘટના બાબતે તમામ આરોપીઓ વિરૃધ્ધ કાયદેસર કરવા જાણ કરી હતી. છેલ્લે મળતી માહિતી મુજબ ઘટનાના મોટા ભાગના આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

હું મહિલા સાથે ખરાબ કામ કરતા ઝડપાયો છું

આરોપી ટુકડીએ વ્યાપારી પાસે બળજબરીથી પોતે સહ આરોપી મહિલા સાથે ખરાબ કામ કરતા ઝડપાયો છે. તેવો વિડીયો ઉતરાવ્યો હતો જેમાં વ્પાપારીને પોતે ખરાબ કામ કરતા ઝડપાયો હોવાનું કહેતો વિડીઓ બનાવી લીધો હતો.

હું આવતી કાલે રૃપીયા ચાર લાખ રૃપીયા આપી જઈશ.

આરોપી ટુકડીએ વહેપારી પાસે પોતે આવતી કાલે રૃપિયા ચાર લાખ આપી જવાની કબુલાત કરતો પણ વિડીયો બનાવ્યો હતો.

વ્પાપારીના ખિસ્સામાં પડેલ તમામ રકમ લુંટી લીધી હતી.

આરોપીઓએ વહેપારી પાસે ભારે રકમ પડાવવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેમા નિષ્ફળ જતા વહેપારીના ખિસ્સામાં પડેલ આશરે ૧૦ હજાર જેટલી રકમ પડાવી લીધી હતી.

મિત્રએ હિંમત આપી અને હની ટ્રેપનો ભોગ બનતા અટકયો.

સમગ્ર ઘટનામાં વહેપારી પુરે પુરો ફસાઈ ગયો હતો. પરંતુ તમામ વિગત મિત્રને કહેતા મિત્રએ આપેલ હિંમત અને મિત્રની કોઠા સુઝથી આરોપી પણ ઓળખાયા અને હની ટ્રેપનો ભોગ બનતા પણ બચી ગયો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો