આજથી બેન્કોની 2 દિવસની હડતાળ, ગુજરાત હાઈકોર્ટે કહ્યુ- ‘હડતાળ કરનારાનો કાપો પગાર’ જાહેર સેવા સાથે સંકળાયેલા બેન્કના કર્મચારીઓ હડતાળ પર જઈ શકે નહીં

સરકારી અને કેટલીક ખાનગી બેન્કોના કર્મચારીઓ શુક્રવારથી બે દિવસ હડતાળ પાડશે. 9 બેન્કોના કર્મચારી યુનિયનના ગ્રૂપ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા વેતન વૃદ્ધિ સહિતની અન્ય માંગણીને લઈ હડતાળનું એલાન અપાયું છે. એસબીઆઈ સહિતની અનેક બેન્કોએ તેના ગ્રાહકોને સાવધ કરતાં કહ્યું હતું કે, હડતાળ અને ત્યારપછી રવિવાર હોવાથી એટીએમ સહિતની કામગીરી પર અસર પડી શકે છે.

કેસની વધુ સુનાવણી 5મી ફેબ્રુઆરીએ થશે

દરમિયાનમાં બેન્કોની હડતાળ સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટે હડતાળને જનહિતમાં અયોગ્ય ઠેરવી છે અને સરકારને ઉદ્દેશીને એવી ટકોર કરી છે કે, સરકારી સેવા સાથે સંકળાયેલા લોકો હડતાળ પર જઇ શકે નહી. તેમ છતાં જે કર્મચારી હડતાળ પર જાય તો તેમના પગાર કાપી લેવા અને ખાતાકીય તપાસ પણ કરી શકાશે. કોર્ટે કેન્દ્ર સરકારના વકીલને સરકારના અધિકાર અંગે સોગંદનામુ કરવા આદેશ કર્યો છે. જેની સુનાવણી 5મી ફેબ્રુઆરીએ થશે.

બેન્કોની હડતાળથી દેશની આર્થિક સ્થિતિ ખોરવાઈ જવાની ભીતિ

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા સૂચિત બેન્કોની હડતાળ સામે જાહેરહિતની અરજી કરાઇ છે. આ અંગેની સુનાવણી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથની વડપણ હેઠળની બે જજની બેન્ચ દ્વારા કરાઈ હતી. ફેડરેશન તરફથી એડવોકેટ રશ્મિન જાનીએ રિઝર્વ બેન્કના નિયમો અંગે કોર્ટને માહિતી આપી હતી.

હડતાળને કારણે દેશની આર્થિક વ્યવસ્થાને કેટલું મોટુ નુકશાન થઇ શકે છે તે અંગે દલીલ કરાઇ હતી. પ્રતિદિન 1200 કરોડના આર્થિક વ્યવહારો અસરગ્રસ્ત બની શકે છે. બેન્કની સેવા અનેક વેપાર-ઉદ્યોગોને નુકસાન કરી શકે છે. કેન્દ્ર સરકાર ડિજિટલ ઇન્ડીયાના અને આર્થિક સુધારણાની નીતિ બનાવી રહી હોય ત્યારે બેન્કોની હડતાળને લીધે આર્થિક સ્થિતિ ખોરવાઇ જઇ શકે છે. આરબીઆઇના કાયદા અંગેની દલીલને ધ્યાને લેતા હાઇકોર્ટે હડતાળ સામે સખત નારાજગી દર્શાવી હતી.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથની વડપણ હેઠળની બે જજની બેન્ચે હડતાળ સામે નારાજગી દર્શાવતા એવી ટકોર કરી હતી કે, બેન્ક કર્મચારીઓનું યુનિયનનું વલણ સરકારની પોલિસી વિરુદ્ધ હોવાનું ઠેરવ્યુ છે. બેન્કના કર્મચારીઓએ પોતાની 12 મુદ્દાની માંગણી નહી સંતોષાવાને લીધે હડતાળનું એલાન કર્યુ છે તે અયોગ્ય છે. કેન્દ્ર સરકારને હડતાળ મામલે કેવા દંડાત્મક પગલા લઇ શકાય તે અંગે સોંગદનામું કરવા આદેશ કર્યો છે.
બેન્કની સર્વિસ જીવનજરૂરી વ્યવહારની સર્વિસમાં ગણાતી હોવાથી અને તેની હડતાળને કારણે દેશને નુકશાન થતુ હોય તો તેના માટે જવાબદાર વ્યકિત સામે શિક્ષાત્મક પગલા લઇ શકાશે તેવી કોર્ટે ટકોર કરી હતી. બેન્કોની હડતાળ સામે કદાચ પ્રથમવાર આ પ્રકારની જાહેરહિતની અરજી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો