હાઇકોર્ટની કાર્યવાહી ગુજરાતીમાં ચલાવવા માટે 1 લાખ લોકો સહી કરશે, અંગ્રેજી ભાષા ન આવડતી હોવાથી લોકોને હેરાનગતિ

ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી ગુજરાતીમાં ચલાવવા ગુજરાત શિક્ષણ પરિષદ 1 લાખ લોકોની સહી ભેગી કરીને રજિસ્ટ્રાર જનરલને આવેદનપત્ર આપશે. 26મી જાન્યુઆરીથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

અંગ્રેજી ભાષા ન આવડતી હોવાથી લોકોને હેરાનગતિ

ગુજરાત શિક્ષણ પરિષદની રજૂઆત કરી છે કે ગુજરાતની સાડા છ કરોડની પ્રજામાંથી છ કરોડ પ્રજાને અંગ્રેજી આવડતું નથી માટે હાઇકોર્ટની કાર્યવાહી ગુજરાતમાં થવી જોઈએ. અંગ્રેજી આવડતુ ન હોય તેવા લોકો હાઇકોર્ટમાં આવે છે ત્યારે અંગ્રેજીમાં ચાલતી કાર્યવાહીથી તે ગભરાઇ જાય છે. પોતાના જ કેસમાં વકીલો અને જજીસ શું બોલે છે તેની તેમને જાણ થતી નથી. એક તરફ વકીલો તેમની પાસેથી ઊંચી ફી વસૂલે છે પરતું તેમના વતી તે કોર્ટમાં શું રજૂઆત કરે છે તે જાણવાનો પણ તેમને અધિકાર રહેતો નથી. અંગ્રેજીમાં તૈયાર થતી એફિડેવિટમાં શું લખ્યું છે તેની ખબર ન પડવા છતાં તેમાં સહી કરવી પડે છે. માત્ર અંગ્રેજી ભાષા નહી આવડતી હોવાથી લોકો હેરાન પરેશાન બની જાય છે.

દરેક દેશમાં પોતાની માતૃભાષામાં કોર્ટ કાર્યવાહી ચાલે છે પરતું ગુજરાતમાં અંગ્રેજીમાં ચલાવવાનો આગ્રહ શું કામ રાખવામાં આવે છે? વકીલો દ્વારા અસીલોને ટ્રાન્સલેશનના કોઈ દસ્તાવેજો પણ આપવામાં આવતા નથી. જેના કારણે વકીલ જે દસ્તાવેજ ઉપર સહી કરવાનું કહે તેમાં શું લખાણ લખ્યું છે તે જાણ્યા વગર જ સહી કરવી પડે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો