ગુજરાતની પ્રજાનો સૌથી મોટો પ્રશ્ન: હાઇકોર્ટ કહે, ડોકટરો કહે, વેપારીઓ કહે, જનતા કહે, પણ સરકાર લોકડાઉન કરવામાં કેમ તૈયાર નથી…?

ગુજરાતમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે, રાજ્યમાં મેડિકલ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેને કાબુમાં લેવા અને કોરોનાની ચેન તોડવા લોકડાઉન લાદવા માટે હાઇકોર્ટ, ડોકટરોના વિવિધ એસોસિએશન, વેપારી સંગઠનો અને ખુદ પ્રજા પણ લોકડાઉનની તરફેણ કરી રહી છે. છતાં સરકાર હજુ કોઈ ચોક્કસ નિર્ણય કે ઉકેલ ના લાવતા પ્રજામાં ભારે રોષ ફેલાયો છે, સરકાર હજુ કેમ લોકડાઉન નથી કરતી? લોકડાઉન કરવામાં સરકારને શું નડે છે? તે પ્રશ્ન ગુજરાતની જનતામાં ચાલી રહ્યો છે.

કોરોનાની ચેન તોડવામાં સરકારને રસ નથી?

ગુજરાતમાં કોરોના પીક પર પહોંચી ગયો છે, જેને કારણે રાજ્યનું આરોગ્ય તંત્ર પડી ભાંગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, હોસ્પિટલમાં બેડની અછત, દવાની અછત, એમ્બ્યુલન્સની અછત, ટેસ્ટિંગમાં લાઈનો, સ્મશાનમાં પણ ભીડ, દર્દીઓ આમતેમ દોડધામ કરી રહ્યા છે, આવી પરિસ્થિતિમાં કોરોનાની ચેન તોડવા અને મેડિકલ કટોકટી દૂર કરવા માટે સરકાર દ્વારા લોકડાઉન લાદવામાં આવે તેવી લાગણી અને માંગણી હાઇકોર્ટથી માંડી ડોકટરો કરી રહ્યા છે, છતાં સરકાર લોકડાઉન કરવામાં અવઢવમાં મુકાઈ ગઈ છે.

જાગૃત સંગઠનો જાતે જ સ્વૈચ્છિક લોકડાઉન રાખે છે

સરકારના લોકડાઉન અંગેના આ વલણથી થાકી ગયેલી જનતા અને વિવિધ જાગૃત સંગઠનો એ સ્વૈચ્છિક લોકડાઉન સાથે પોતાની સલામતી રાખી રહ્યા છે, ખાસ કરીને ગુજરાતની જાગૃત જનતા પણ કોરોના સામે લડવા પ્રયત્ન કરી રહી છે, કામ સિવાય બહાર નીકળતા નથી, માસ્ક અને ડિસ્ટનસિંગની સાથે ટેસ્ટિંગ અને વેક્સિનેશનમાં આગળ આવી પોતાના પરિવારને કોરોનાથી બચાવવા મેહનત કરી રહી છે, ત્યારે જો સરકાર પણ લોકડાઉન દ્વારા કોરોનાની ચેન તોડવાનો પ્રયત્ન કરે તો જનતા પણ સહકાર આપી ગુજરાતમાં કોરોના કાબુમાં લેવા પ્રયાસ થઈ શકે છે.

રાજ્યમાં છેલ્લા 80 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 4 લાખ 15 હજાર 972ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 5,494 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 41 હજાર 724 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 68,754 એક્ટિવ કેસ છે, જેમાંથી 341 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 68,413 દર્દીની હાલત સ્થિર છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો