અરવલ્લીમાં યુવતીની હત્યા મામલે પોલીસે ફરિયાદ ન નોંધાતા રાત્રે આ યુવાને SPને બરાબરના ખખડાવ્યા, તમે નોકર અમારા છો, તમને શરમ લાગે છે FIR રજીસ્ટર કરવાની?

મોડાસા તાલુકાના સાયરાની ગુમ યુવતીની લટકતી લાશ પાંચ દિવસે ગામની સીમમાં મળી હતી. કલાકો લટકતી રહ્યા બાદ પોલીસની સમજાવટથી ઉતારીને પોસ્ટમોર્ટમ કરાયું હતું. પરંતુ એફઆઈઆર ન નોઁધાતા પરિવારે લાશની અંતિમવિધિ કરી નથી અને મોડાસા પોલીસ સ્ટેશન આગળ વિરોધ કરી રહ્યો છે અને ધરણાં પર ઉતર્યો છે. ત્યારે કેવલસિંહ રાઠોડ નામના યુવાન ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તેણે જિલ્લાના એસપી મયુર પાટીલનો ઉઘાડો લીધો હતો. એફઆઈઆઈ નોંધવા માટે તેણે આક્રોશ સાથે રજૂઆત કરી હતી. હાલ આ બનાવના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. આ ઘટનામાં ચારેક વીડિયો હાલ ફરી રહ્યા છે. જેમાં બે વીડિયોમાં એક સરખી વાત છે પરંતુ થોડો સમય અને એંગલનો ચેન્જ છે.

વીડિયો-1
ભેદભાવ કરો છો અલ્યા તમે, ખંભીસરના વરઘોડામાં પણ આમ જ કાંડ કર્યો તો તમે. આવી લૂચ્ચાઈ નહીં ચલાવી લઈએ ધ્યાન રાખજો તમે. તમારે તમારા આઈજીને કહેવું હોય તો કહી દેજો અને તમારા ડીસીને કહેવું હોય પણ કહેવું હોય તો કહેજો. તમારો પગાર અમે આપીએ છીએ. આ ખાખી વર્દી છે ને અમારા પૈસાની છે.  અમારા ટેક્સના પૈસાની છે. અત્યારે શરમ લાગે છે અંદર ઘૂસી ગયા છો. લાજ કાઢવી પડે છે અહીં.

વીડિયો- 2
અમે પબ્લિક છીએ તમે પબ્લિક સર્વન્ટ છો. તમારો પગાર અમે આપીએ છીએ. તમે નોકર છો અમારા. તમને શરમ કેવાનું લાગે છે. એફઆઈઆર રજીસ્ટર કરવાની. તમે નોકર છો અમારા. તમારો પગાર અમે આપીએ છીએ. આ લાલ લાઈટની ગાડીમાં ફરો છો અમારા પૈસાની છે. તમારે નોકરો કરવો હોય ને તો વ્યવસ્થિત કરો. આ પોલીસ સ્ટેશન છે કોઈના બાપની પેઢી નથી કે મન ફાવે તેમ ચાલે.

વીડિયો- 3
ભાન પડતું નથી સાહેબ, લાજ શરમ છે કે નહીં જરાય? અંદર જઈને ચૂપચાપ છાનામાના બેસી ગયા છો. આ મનુસ્મૃતિનું શાસન નથી ચાલતું ભારતના બંધારણનું શાસન છે. એસપી તરીકે તમારી જવાબદારી છે. એટલા માટે જ તમને પગાર આપીએ છીએ અમે લોકો. ભાન નથી પડતું જરાય પણ. નોકરો કરવો છે કે નથી કરવો. ક્યાં છે પીડિત પરિવારના લોકો. પીડિત પરિવાર ક્યાં છે એફઆઈઆર કેમ ના કરે આ લોકો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો