ભારતની આ સાઈકલ કંપનીએ ચીન સાથેની 900 કરોડની ડીલ કરી કેન્સલ, આ રીતે પણ થાય દેશસેવા
ભારત અને ચીનની વચ્ચે સંબંધો બગડતાની સાથે જ મોદી સરકાર સહિત દેશની તમામ કંપનીઓ હાલ ચીન વિરુદ્ધ થઈ ગઈ છે. આવામાં હીરો સાયકલે પણ 900 કરોડની પોતાની ડીલ તોડી નાંખી છે.
જ્યારથી સરહદ પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો છે અને 20 ભારતીય સૈનિકો શહીદ થયા છે, ત્યારથી ચીન માટે દરેક મોરચે વિરોધ થઈ રહ્યો છે અને ચીની ચીજોનો બહિષ્કાર કરવાની ચર્ચા થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
હીરો સાયકલે પણ 900 કરોડના વેપાર રદ્દ કર્યો
મોદી સરકારે ચીનની 59 એપ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ઘણી કંપનીઓ ચીન સાથેના કરારો પણ તોડી રહી છે. આ દરમિયાન હીરો સાયકલે પણ 900 કરોડના વેપાર રદ્દ કરવાનો મોટો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં હીરો સાઇકલે સરકારને 100 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા.
નુકસાની છતાં દેશ માટે લીધો નિર્ણય
કોરોનાકાળમાં જ્યાં બાકી કંપનીઓ નુકસાન ભોગવી રહી છે, ત્યાં હીરો સાઈકલ આ સમયમાં પણ આગળ વધતી રહી છે. હીરો સાઈકલે ચીનનો બહિષ્કાર કરતા તેની સાથે 900 કરોડનો બિઝનેસ રદ્દ કરી દીધો જે આવનારા 3 મહિનાઓમાં કરવાનો હતો. બીજી બાજુ હીરો કંપની લુધિયાણામાં સાયકલનો સામાન બનાવનારી નાની કંપનીઓની મદદ માટે પણ આગળ આવી અને પોતાનામાં મર્જ કરવાની ઑફર આપી રહી છે.
હીરો સાયકલ જર્મનીમાં પ્લાન્ટ લગાવવાની તૈયારી કરી રહી છે
હીરો સાઈકલે ચીનની સાથે તમામ પ્રકારનો બિઝનેસ બંધ કરી દીધો છે અને આશા વ્યક્ત કરાઈ રહી છે કે હવે હીરો સાયકલ જર્મનીમાં પ્લાન્ટ લગાવવાની તૈયારી કરી રહી છે. જર્મનીના આ પ્લાન્ટમાંથી સંપૂર્ણ યુરોપમાં હીરો સાઈકલનો સપ્લાય કરવામાં આવશે. કંપનીના મુજબ છેલ્લાં દિવસોમાં હીરો સાઈકલની માંગ ઘણી વધી રહી છે અને હીરો સાઈકલે પણ પોતાની ક્ષમતા વધારી દીધી છે. જો કે એ ધ્યાન આપનારી વાત છે કે આ દરમ્યાન ઘણી નાની કંપનીઓને નુકસાન થયું છે. હવે હીરો સાઈકલ આ નાની કંપનીઓના નુકસાનની ભરપાઈ કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

