હોંગકોંગમાં લોકડાઉન વગર કેવી રીતે કોરોનાને રોક્યો, હોંગકોંગમાં રહેનાર ભારતીયોએ જણાવી વિસ્તૃત માહિતી

કોરો નાવાઈરસનો પ્રથમ કેસ ડિસેમ્બર 2019માં ચીનમાં આવ્યો હતો. જોત જોતામાં તે વિશ્વમાં ફેલાઈ ગયો. વાઈરસ ચીનના વુહાનમાં પેદા થયો છે. ત્યાંથી હોંગકોંગ માત્ર 919 કિમી જ દૂર છે. તેમ છતા હોંગકોંગમાં એક વખત પણ લોકડાઉન કરવામાં આવ્યું નથી. અહીં જરૂરી જગ્યાઓ પર જ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લગભગ 74 લાખની વસ્તી વાળા હોંગકોંગમાં પ્રતિબંધો હવે સંપૂર્ણ રીતે ખત્મ થઈ ચૂક્યા છે. હોંગકોંગના મોડલની વિશ્વમાં ચર્ચા પણ છે. એપ્રિલના મધ્યમાં જર્નલ ધ લેૈંસટમાં પ્રકાશિત રિપોર્ટના જણાવ્યા મુજબ નોન ફાર્માસ્યુટિકલ ઈન્ટરવેન્શન જેવા કે સીમા પ્રતિબંધ, ક્વોરેન્ટાઈન, આઈસોલેશન, ડિસ્ટન્સિંગ અને લોકોના વ્યવહારમાં ફેરફારથી હોંગકોંગમાં કોવિડ-19નો ફેલાવો રોકવામાં મદદ મળી છે.

જયપુરના રાહુલ ગાંધી છેલ્લા લગભગ 7 વર્ષથી હોંગકોંગમાં છે. તે કેજીકે ગ્રુપમાં જોબ કરે છે. અત્યારે તે હોંગકોંગમાં જ છે. તેઓ કહે છે કે 2002માં સીવિયર એક્યૂટ રેસપિરેટરી સિંડ્રોમ(સાર્સ)એ ચીન પર એટેક કર્યો હતો. ત્યારે જ લોકો વાઈરસથી બચવા માટે ઘણી રીતો શીખી ચૂક્યા હતા, જે અત્યારે કામમાં આવી છે. રાહુલ એ પણ કહે છે કે અહીં સરકારે લોકોને વધુ સમજાવવા પડ્યા નથી. તેઓ જાતે જ સાવચેત થઈ ગયા છે. ચીનમાં વાઈરસ ફેલાયો હોવાની વાત મળતાની સાથે જ હોંગકોંગે તેની બોર્ડર સીલ કરી દીધી છે. ચીનમાંથી અવર-જવર સંપૂર્ણ રીતે રોકવામાં આવી.

હોંગકોંગમાં એક જિમમાં સેનેટાઈઝેશન કરતી મહિલા સફાઈ કર્મચારી.
રાહુલના જણાવ્યા મુજબ ભારતમાં અફવા ખૂબ જ ફેલાય છે, તેના કારણે લોકો મૂંઝવણમાં મૂકાય છે, પરંતુ અહીં માત્ર સરકાર પાસેથી જ માહિતી મળે છે. આ કારણ લોકોમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ થતી નથી. વાઈરસને કઈ રીતે ફેલાતો અટકાવવામાં આવ્યો ? તેની પર રાહુલ કહે છે કે લોકોએ અહીંએક સાથે ભેગા થવાનું જ બંધ કરી દીધું છે. સેનિટાઈઝર દરેક પોતાની સાથે રાખે છે. સોશિયલ ડિસ્ટન્સિંગને સખ્તાઈથી ફોલો કરવામાં આવ્યું.

સતનાના હેમંત ત્રિપાઠી પણ હાલ હોંગકોંગમાં જ જોબ કરી રહ્યાં છે. તે ટેલસ્ટ્રા કંપનીમાં સોલ્યુશન આર્કિટેક્ટ છે. હોંગકોંગે કોરોનાને કઈ રીતે રોકી લીધો ? તેની પર હેમંતે કહ્યું અહીં મોટાભાગના લોકો માસ્ક પહેરે છે. માસ્ક વગર કોઈ દેખાતું જ નથી. ખાસકરીને ભીડભાડવાળા વિસ્તારમાં. પહેલા જ દિવસથી આ નિયમ સખ્તાઈની સાથે ફોલો થયો, લોકો મેટ્રોમાં પણ બિદાસ મુસાફરી કરી રહ્યાં છે. માત્ર માસ્ક પહેરે છે અને આવતી-જતી વખતે હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરે છે. લિફ્ટ કે કોઈ પણ ઓબજેક્ટને ટચ કરે છે તો ટિશ્યૂ પેપરનો યુઝ કરે છે. તેને યોગ્ય જગ્યાએ ફેંકવામાં આવે છે. એટલ કે ઢાંકણાવાળા ડસ્ટનબિનમાં ફેંકવામાં આવે છે. એપથી પણ લોકોને ખૂબ જ મદદ મળી.

હેમંતના જણાવ્યા મુજબ ભારતમાં આરોગ્ય એપ લોન્ચ કરવામાં આવી, આ પ્રકારની સુવિધા હોંગકોંગમાં લાંબા સમયથી હતી. દરેકના ફોનમાં આ એપ ડાઉનલોડ છે. તેનાથી ખ્યાલ આવે છે કે ક્યાં ખતરો છે અને ક્યાં નથી. જ્યાં ખતરો હોય છે, ત્યાં લોકો પોતે જ જતા નથી.

હોંગકોંગમાં પબ્લિક પ્લેસીસ એક દિવસમાં ત્રણથી ચાર વખત સેનેટાઈઝ કરવામાં આવે છે.

હેમંત જણાવે છે કે હોંગકોંગ સરકારે ટેકનોલોજીનો પણ ખૂબ જ ઉપયોગ કર્યો. ક્વોરેન્ટાઈન કરવામાં આવેલા લોકોને રિસ્ટબેન્ડ પહેરાવવામાં આવે છે. જેમાં જીપીએસ લાગેલું હોય છે. જે તેમનું લોકેશન ટ્રેસ કરે છે. આ કારણે કોઈ પણ આઈસોલેશનનો નિયમ તોડી શકતુંનથી. જો કોઈ રિસ્ટબેન્ડ બંધ કરે છે તો સરકારને તરત જ ખબર પડી જાય છે. જો કોઈ રિસ્ટબેન્ડ પહેરેલો વ્યક્તિ બહાર ફરતો દેખાય છે, તો બીજા લોકો તેનો વીડિયો બનાવીને એડમિનિસ્ટ્રેશનને મોકલી દે છે. આઈસોલેશનના રૂલને અહીંથી સખ્તાઈથી ફોલો કરવામાં આવે છે.

હેમંતના જણાવ્યા અનુસાર અહીં એરપોર્ટ્સ, પોર્ટ્સને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હતા. સ્કૂલ્સ, ક્લબ્સ, જિમ, સિનેમા અને પાર્લરને પણ બંધ કરવામાં આવ્યા, પરંતુ સંપૂર્ણ લોકડાઉન એક પણ વખત થયું નથી. રેસ્ટોરન્ટ્સ અને મોલ્સમાં સ્ક્રીનિંગ બાદ જ એન્ટ્રી હતી.

વેપોરાઈઝ્ડ હાઈડ્રોજન પેરોક્સાઈડ રોબોટ્સથી લઈને ઈન્ટેલિજન્ટ સ્ટરીલાઈઝેશન રોબોટ સુધીનો એરપોર્ટ્સ અને રેલવે સ્ટેશન પર ઉપયોગ કરવામાં આવ્યો. અહીં યુવી લાઈટ ટેકનોલોજી, 360 ડિગ્રી સ્પ્રે નોઝલ્સ અને એર ફિલ્ટર્સથી જર્મ્સ અને વાઈરસનો ખાતમો બોલાવવામાં આવ્યો. આ સિવાય ફુલ બોડી ડિસઈન્ફેક્શન ચેનલ ફેસિલિટી, ઓટોનોમસ ક્લીનિંગ રોબોટ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. હોંગકોંગનું મોડલ કોઈ રહસ્યમય કે યુનિક નથી. જોકે તે એક કોમ્બિનેશન છે. તેમાં સીમા પ્રતિબંધ, ક્વોરેન્ટાઈન, આઈસોલેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો