બહાદુર યુવતીએ પોતાની જિંદગી દાંવ પર લગાવી 30 પર્યટકોનો જીવ બચાવ્યો, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ

હિમાચલ પ્રદેશમાં (Himachal pradesh) મોનસુને (Monsoon) રાજ્યના જ નહીં અન્ય રાજ્યોના અનેક પરિવારોના ચિરાગને પણ છીનવી લીધા છે. વરસાદ અને વાદળા ફાટવાથી (Heavy rain) અત્યાર સુધી અનેક લોકોના જીવ ગયા છે. ખાસ કરીને કુલ્લુ અને લાહૌલમાં વરસાદે જોરબાદ તબાહી મચાવી છે. આઈટીબીપી, એનડીઆરએફ અને સ્થાનિક પોલીસની મદદથી લાશોને બહાર કાઢવામાં આવી રહી છે. ગુમ લોકો માટે સર્ચ અભિયાન ચાલું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગત બુધવારે કુલ્લુ જિલ્લામાં અચાનક વાદળું ફાટવાથી યુપીના ગાઝિયાબાદની રેહનારી વિનીતા ચૌધરીનું મોત થયું હતું. વિનીતા પાણીના તેજ વહેણમાં તણાઈ ગઈ હતી. વિનીતા ટેન્ટમાં ઉંઘી રહેલા 30 પર્યટકોનો જીવ બચાવવા માટે પોતાની જિંદગી દાંવ પર લગાવી દીધી હતી. વિનીતાએ બધા પર્યટકોને સુરક્ષિત સ્થાન ઉપર પહોંચાડ્યા હતા. પરંતુ પોતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ગત 25 જૂને જ વિનીતા ગાઝિયાબાદથી કુલ્લુ પહોંચી હતી.

ગાઝિયાબાદની યુવતીએ 30 લોકોનો બચાવ્યો જીવ
25 વર્ષની વિનીતા ચૌધરી ઝાજિયાબાદના લોની ક્ષેત્રની નિસ્તોલી ગામની રહેનારી હતી. કુલ્લુ જિલ્લાના એસપીએ વિનીતાના બહેનની ખબર પુષ્ટી કરતા કહ્યું કે રેસ્ક્યૂ ટીમ હજી તેની શોધમાં લાગી છે. બાદલ ફાટવાથી મણિકર્ણ ઘાટીમાં બ્રહ્મગંગા નાળામાં કુલ ત્રણ લોકો તણાયા છે. જેમાંથી એક વિનીતા પણ છે. જ્યારે બે વ્યક્તિઓ બ્રહ્મગંગાનો રહેવાશી છે.

વિનીતા 28 જુલાઈએ ગાઝિયાબાદ આવવાની હતી
વિનીતા તણાયાના સમાચાર મળતા જ તેનો પરિવાર કુલ્લુ પહોંચી ગયો હતો. વિનીતા પોતના એક દોસ્તની સાથે કુલ્લુની પાર્વતી વેલીમાં કસૌલ હાઇટ્સ નામની એક રિસોર્ટ્ ચલાવતી હતી. જ્યારે વાદળું ફાટ્યુ ત્યારે રિસોર્ટની કેમ્પિંગ સાઈટ ઉપર મેનેજર તરીકે કાર્યરત હતી. વિનીતાના પરિજનો પ્રમાણે તે 27 જુલાઈના દિવસે જ વિનીતાના ઘરના લોકો સાથે વાત કરી હતી. વિનીતા ડીએસએસબીની તૈયારી કરી રહી હતી. 2 ઓગસ્ટે તેનું પેપર હતું. અને બુધવારે 28 જુલાઈએ તે ગાઝિયાબાદ જાવાની હતી.

વિનીતા પોતાના રિસોર્ટમાં આંટા મારતી હતી ત્યારે વાદળું ફાટ્યું
પ્રત્યદર્શીઓ પ્રમાણે બુધવારે સવારે જ્યારે વિનીતા પોતાના રિસોર્ટમાં ફરી રહ્યો હતો. ત્યારે વાદળું ફાટ્યું હતું. જેથી બ્રહ્મગંગા નાળામાં અચાનક પાણી ભારે પ્રવાહ આવે છે. આ જોઈને તેણે બુમો પાડી હતી. આ સમયે ટેન્ટમાં 30 પર્યટકો ઊંઘી રહ્યા હતા.

વિનીતાના પાર્ટનર અર્જુને પણ પર્યટકોને ઉઠાડ્યા અને તેમને સુરક્ષિત જગ્યાએ મોકલવાનો પ્રયત્નો શરુ કર્યા હતા. અને પર્યટકોએ ટેન્ટના નાળાથી બિલ્કુલ નજીક હતું. જોજોતામાં પાણી કેપિંગ સાઈટને તાણીને લઈ ગઈ હતી. અને વિનીતા પણ તેની ચપેટમાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો